ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને વિવિધ આરોપો પર મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તે તમામ જવાનો દોહા સ્થિત દહરા ગ્લોબલના કર્મચારીઓ હતા અને ઓગસ્ટ 2022માં જાસૂસી કર્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ભારતે આ તમામ જવાનો માટે અપીલ ફાઇલ કરી છે.
ગયા મહિને કતારની કોર્ટે આઠ ભારતીયોને ફાંસીની સજા ફટકાર્યા બાદ ભારત દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 7 નવેમ્બરે કતારની અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા આઠ ભૂતપૂર્વ મરીનને ભારતને બીજી કોન્સ્યુલર એક્સેસ મળી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે મંત્રાલયની સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે ભારત આ મુદ્દે કતારના અધિકારીઓના સંપર્કમાં છે.
અરિંદમ બાગચીએ આ બાબતે જણાવ્યુ કે, “કતારની કોર્ટે આઠ ભારતીય કર્મચારીઓ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદો ગોપનીય છે અને તેને કાનૂની ટીમ સાથે શેર કરવામાં આવ્યો છે. આ સંદર્ભે એક અપીલ દાખલ કરવામાં આવી છે. અમે કતારના સત્તાવાળાઓના સંપર્કમાં પણ છીએ.”
ભારતીય અધિકારીઓ પણ તે આઠ લોકોના પરિવારના સભ્યોના સંપર્કમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકર તેમને મળી ચૂક્યા છે.” પ્રવક્તાએ કહ્યું કે ભારત તેમને કાનૂની સહાયતા આપવા સતત સંપર્કમાં છે.
26 ઓક્ટોબરના રોજ, કતારની કોર્ટે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને અજાણ્યા આરોપો પર મૃત્યુદંડની સજા ફટકારી હતી. તે બધા દોહા સ્થિત દહરા ગ્લોબલના કર્મચારીઓ હતા અને ઓગસ્ટ 2022માં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતે આ નિર્ણયને અત્યંત આઘાતજનક ગણાવ્યો છે અને આ મુદ્દે કતાર સાથે વાતચીત માટે તમામ રાજદ્વારી ચેનલોને સક્રિય કરી છે.
આરોપ સાથે સજા જે આરોપીઓને સંભળાવવામાં આવેલા ભારતીયોની ઓળખ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ તરીકે કરવામાં આવી છે. આ તમામ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓ છે. ચુકાદા પછી તેની પ્રથમ પ્રતિક્રિયામાં, મંત્રાલયે કહ્યું હતું કે, “અમે મૃત્યુદંડના નિર્ણયથી ખૂબ જ આઘાતમાં છીએ અને વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. “અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ, અને અમે તમામ કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ.”