કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોટી ખજૂરી ખાતે સિકલ સેલ તથા એચ.બી. ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

દાહોદમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ બારીયા, દેવગઢબારિયા તેમજ પી.એચ.સી. મેડિકલ ઓફિસર ડો. પ્રભાત દેગાવાડાના માર્ગદર્શન હેઠળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોટી ખજૂરી ખાતે સિકલ સેલ ટેસ્ટિંગ તથા એચ.બી. ટેસ્ટિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમ્યાન એડોલેસન હેલ્થ ડે ની ઉજવણી અને ચાંદીપુરમ વાયરસથી થતી બીમારી સંદર્ભે અને અન્ય રોગો વિશેની માહિતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના મેડિકલ ઓફિસર ડો. હિરેન પટેલ અને ડો. પ્રિયંકા સોની દ્વારા આપવામાં આવી હતી.

ઉપરાંત સિકલસેલ કાઉન્સિલર અને એડોલેન્ટ હેલ્થ કાઉન્સિલર દ્વારા કિશોરીઓને પોષણ સિકલસેલ એનિમિયા વિશે માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને ફિમેલ હેલ્થ કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સિકલ સેલ ટેસ્ટિંગ અને એચ.બી. ટેસ્ટિંગની કામગીરી કરી ઉપરાંત ળાવઠ દ્વારા મેલેરિયા તેમજ અન્ય રોગો વિશે કિશોરીઓને માહિતગાર કરવા વિસ્તાર પૂર્વક સમજણ આપવામાં આવી હતી.