પુલવામા (જમ્મુ કાશ્મીર) : પુલવામાં આતંકીઓએ બસ સ્ટેન્ડમાં તૈનાત સુરક્ષા દળો પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં સૈનિકો તો બચી ગયા હતા પરંતુ 7 જેટલા નાગરીકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. આ ઘટનાને પગલે સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. અને આતંકીઓને દબોચવા માટે સર્ચ ઓપરેશન શરુ કરી દીધુ હતુ. ઘટના બાદ બસ સ્ટેન્ડ નજીક સુરક્ષા વધારી દેવાઇ છે.