’કાશ્મીરથી કન્યાકુમારી સુધીના નેતાઓ હાજર હતા, કોઈ નારાજ નહોતું’, વિપક્ષની બેઠક પર તેજસ્વી યાદવનું ં નિવેદન

પટણા, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે વર્ષ ૨૦૨૪માં યોજાનારી લોક્સભા ચૂંટણીને લઈને પટનામાં ૧૫ વિપક્ષી પાર્ટીઓની બેઠકને સફળ ગણાવી છે.

તેમણે કહ્યું કે આ બેઠકમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના નેતાઓ હાજર હતા, કોઈ કોઈથી નારાજ નથી. આપણે બધા દેશને દિશા બતાવવા માટે ભેગા થયા છીએ. તેમણે કહ્યું કે અમે અમારા પોતાના હિત માટે નહીં પરંતુ લોકોની માંગ પર એક થયા છીએ. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે વિપક્ષની બેઠક અને આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશે પૂછવામાં આવતા આ વાત કહી.

તેજસ્વીએ કહ્યું કે વિપક્ષી નેતાઓની બેઠક ફળદાયી રહી છે. અમે ફાસીવાદી શક્તિઓ સામે એકજૂથ થવાનો નિર્ણય કર્યો છે. આગામી ચૂંટણી કોઈ ચોક્કસ વ્યક્તિની ચૂંટણી નથી, જનતાની ચૂંટણી છે અને તેમના મુદ્દાઓ પર ચૂંટણી થશે. તેમણે કહ્યું કે કોઈ નારાજ નથી.

બીજી તરફ, રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ કહ્યું કે વિપક્ષની બેઠક ખરેખર સફળ રહી. આ બેઠકથી ભાજપ ડરી રહી છે. આ જ કારણ છે કે અમિત શાહે તેને ફોટો સેશન ગણાવ્યું છે.