કાશ્મીરમાં તાપમાનનો પારો માઇનસ ૧૦.૨ ડીગ્રી પહાડો પર બરફવર્ષા: ઝરણાં-નદીઓ થીજી ગયા

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની પહાડીઓ પર સતત બરફ વર્ષાથી ગુરુવારે પણ શીતલહેર ચાલુ રહી હતી. કાશ્મીરમાં તાપમાનનો પારો માઈનસ 10.2 નોંધાયો હતો. તો ઉત્તરાખંડમાં શીતલહેરનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. દિવસે સૂર્વ ખુલવાથી હળવી રાહત રહી હતી. પરંતુ સવાર અને સાંજ ઠંડીથી જનજીવન ઠપ્પ થઈ ગયું હતું.

હિમાચલ પ્રદેશમાં બુધવારની રાત્રે 6 ક્ષેત્રોમાં ન્યુનતમ તાપમાન માઈનસમાં નોંધાયું હતું. કાશ્મીરની ખીણોમાં ઠંડીએ પોતાનો રંગ દેખાડવો શરૂ કરી દીધો છે. સરોવરો અને જળાશયો જામવા લાગ્યા છે. ખાસ કરીને સ્થિર પાણી વધતા સ્થળો પર ઉપરનું પડ જામવા લાગ્યું છે પારામાં સતત ઘટાડાથી પાણી પુરવઠાને પણ અસર થવા લાગી છે.

પંજાબ અને ઉત્તરાખંડમાં પણ ન્યુનતમ પારામાં ઘટાડો થવાથી ઠંડીનો પ્રકોપ વધ્યો છે.  ઉત્તરાખંડમાં સવાર સાંજ હિમવર્ષાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પણહી રહ્યો છે. હલ્દ્વાનીના વિશ્વ પ્રસિધ્ધ જાગેશ્વર ધામમાં વૃક્ષો પર પડેલા ઝાકળના ટીપા બરફમાં ફેરવાઈ ગયા છે. ધામ પાસે વહેતી જટાગંગા નદીનું પાણી પણ કિનારા પર જામવા લાગ્યું છે.

બરફ વર્ષાથી ઝરણા અને નદીઓ થિજી ગયા:- ઉત્તરાખંડમાં સતત ઠંડીના કારણે હવે નદીઓ અને ઝરણા પણ થીજી જવા લાગી છે. પહાડીઓ પરથી બરફવર્ષા થઇ રહી છે જેથી અનેક સ્થળો પર નાલા અને ઝરણા પણ જામવા લાગ્યા છે. ગુરુવારે ચમોલી જિલ્લાના નીતિ ગામમાં કાલી મંદિર પાસે ઝરણાનું પાણી જામી ગયું હતું.

ચમોલીથી માંડીને ઔલી સુધી સતત થઇ રહેલી બરફવર્ષાના કારણે ઉત્તરાખંડની પહાડીઓ સુંદર થઇ ગઇ છે. ઓલીમાં સતત બરફ વર્ષાથી રસ્તો ચિકણો બની ગયો છે. બીઆરઓના કર્મચારીઓએ બરફ હટાવવાનું કામ શરૂ કરી દીધું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિવસ દૂન સહિત મોટા ભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાના અણસાર છે. મોટાભાગના શહેરોમાં ન્યૂનત્તમ તાપમાન સામાન્યથી ત્રણ ડીગ્રી સેલ્સિયસ ઓછુ થયું છે.

હવામાન વિભાગના ડિરેક્ટર બિક્રમસિંઘ મુજબ આગામી કેટલાક દિવસો રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાનું અનુમાન છે. મેદાની ક્ષેત્રો-ખાસ કરીને ઉધમસિંહ નગર અને હરિદ્વારમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ રહી શકે છે. પર્વતીય ક્ષેત્રમાં બરફવર્ષા અને પહાડથી માંડી મેદાનોમાં કડકડતી ઠંડીની ચેતવણી છે.