- ૧૭ દેશોના ૬૦ પ્રતિનિધિઓ કાશ્મીર પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ચીન સહિત ૫ દેશ ભાગ નહીં લે.
શ્રીનગર, કાશ્મીરના શ્રીનગરમાં આજથી જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક શરૂ થઈ છે. ચીન, ચીન, સાઉદી અરેબિયા, તુર્કી, ઈન્ડોનેશિયા અને ઈજીપ્ત સહિત ૫ દેશો આ બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી. તો, સમિટ માટે શ્રીનગર પહોંચેલા અન્ય વિદેશી પ્રતિનિધિઓનું એરપોર્ટ પર પરંપરાગત પોશાકમાં કાશ્મીરી યુવતીઓએ સ્વાગત કર્યું હતું.
આ દરમિયાન, મીટિંગમાં પહોંચેલા અભિનેતા રામ ચરણ તેજાએ કહ્યું હતું કે ’કાશ્મીરમાં કંઈક જાદુ છે. હું ૧૯૮૬થી ઘણી વખત અહીં આવ્યો છું. મારા પિતા ફિલ્મોના શૂટિંગ માટે ગુલમર્ગ અને સોનમર્ગ આવતા હતા. હું પોતે ૨૦૧૬માં અહીં શૂટિંગ માટે આવ્યો હતો.’ આ પછી, તેમણે તેમની ફિલ્મ આરઆરઆરના પ્રખ્યાત ગીત ’નાતુ-નાટુ’ પર પ્રતિનિધિઓ સાથે ડાન્સ કર્યો હતો.
અગાઉ,જી-૨૦ ઈન્ડિયન પ્રેસિડન્સીના મુખ્ય સંયોજક, હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું હતું કે આ બેઠકમાં ભાગ લેનારા પ્રતિનિધિઓ અહીં આવી શકશે અને જોઈ શકશે કે પૃથ્વી પરનું સ્વર્ગ કેવું છે. પ્રવાસન કાર્યકારી જૂથની આ બેઠક ૨૨થી ૨૪ મે દરમિયાન યોજાશે. એક અહેવાલ મુજબ કાશ્મીરના યુવાનોને વિશ્ર્વાસ છે કે આ બેઠક બાદ કાશ્મીરમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે.દરમિયાન, પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ત્રણ દિવસની મુલાકાતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પહોંચ્યા હતાં અને તેઓ લોકોને સંબોધિત કર્યા હતાં.
દરમિયાન જી-૨૦ બેઠક પહેલાં શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈન્ય દળો તહેનાત કરવામાં આવ્યાં છે.એનઆઇએ અનુસાર, ઉબેદ કુપવાડાનો રહેવાસી છે. તે પાકિસ્તાનમાં બેઠેલા જૈશ કમાન્ડરના સતત સંપર્કમાં હતો. તે જૈશ કમાન્ડરને ગુપ્ત માહિતી આપતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. માહિતી ઉપરાંત તે સુરક્ષા દળોની હિલચાલની માહિતી પણ મોકલી રહ્યો હતો.
શ્રીનગરમાં સોમવારે જી-૨૦ દેશોના પર્યટન કાર્યકારી જૂથની ત્રીજી બેઠકની શરૂઆતને ધ્યાનમાં રાખીને અહીંના બસ ટમનલ સહિત જાહેર સ્થળો પર સુરક્ષા કડક કરવામાં આવી છે. આ પહેલા દિવસે ૧૭ દેશોના લગભગ ૬૦ વિદેશી પ્રતિનિધિઓ શ્રીનગર પહોંચ્યા હતા. ઓગસ્ટ ૨૦૧૯ માં અનુચ્છેદ ૩૭૦ ની મોટાભાગની જોગવાઈઓ નાબૂદ કરવામાં આવ્યા પછી અને અગાઉના રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પહેલી આંતરરાષ્ટ્રીય બેઠક છે.
અધિકારીઓએ જણાવ્યું કે શહેરભરમાં નાકા લગાવવામાં આવ્યા છે જ્યાં વાહનોને રોકીને તલાશી લેવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, લોકોની સ્ક્રીનિંગ સઘન બનાવવામાં આવી છે અને બસ ટર્મિનલ પર તેમની ઓળખની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘૂસણખોરીની આશંકાઓ બાદ સરહદી જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને પૂંચ, કઠુઆ, રાજૌરી અને સાંબા જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના કોઈ અનિચ્છનીય ઘટના વિના યોજાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.ચીને આ જી-૨૦ બેઠકમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે. ચીનનું કહેવું છે કે તે વિવાદાસ્પદ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની જી-૨૦ બેઠકનો સખત વિરોધ કરે છે. ચીનના આ નિવેદન સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. પાડોશી દેશને જવાબ આપતાં ભારતે કહ્યું- તે પોતાના ક્ષેત્રમાં મિટિંગ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આ પહેલાં માર્ચમાં જ્યારે જી-૨૦ની બેઠક અરુણાચલ પ્રદેશમાં થઈ હતી ત્યારે પણ ચીને બેઠકમાં ભાગ લીધો ન હતો, ત્યારે પાકિસ્તાને ચીનના આ બાયકોટનું સમર્થન કર્યું હતું.યુરોપિયન યુનિયન મળીને જી-૨૦ની રચના કરે છે. આમાં ૨૦ દેશના વડાઓની વાષક બેઠક યોજાય છે, જેને જી-૨૦ સમિટ તરીકે ઓળખવામાં આવે છે. આ કોન્ફરન્સમાં તમામ દેશોના મુખ્ય વિષયો એટલે કે આતંકવાદ, આર્થિક મુશ્કેલીઓ, ગ્લોબલ વોર્મિંગ, સ્વાસ્થ્ય અને અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ જી-૨૦ દેશો સમગ્ર વિશ્ર્વમાં આર્થિક ઉત્પાદનમાં ૮૦% યોગદાન આપે છે. જી ૨૦ જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા,ચીન, જર્મની, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો,રશિયા,સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગ્ડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન છે.