શ્રીનગર,
છેલ્લા ત્રણ દાયકાથી કાશ્મીરના અલગાવવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં ભવ્ય બંગલાઓ અને ઑફિસો ધરાવે છે. કાશ્મીરનું પાકિસ્તાનમાં જોડાણ કરાવવાના હિમાયતી એવા આ લોકો રાજ્યમાં એક સમાંતર રાજકીય વ્યવસ્થા ચલાવતા હતા, કારણ કે કોઈ પણ રાજકીય શાસન તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની હિંમત દાખવતું નહોતું. તેઓ ગેરકાયદે મિલક્તો પણ ખરીદતા હતા.
અલગાવવાદીઓ સામે કાર્યવાહીના ભાગરૂપે એપ્રિલ ૨૦૧૯માં ઇક્ધમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે હુરયત કૉન્ફરન્સના ચૅરમૅન સ્વ. સૈયદ અલી શાહ ગિલાનીનું દિલ્હીમાં આવેલું એક ઘર ૩.૬૨ કરોડ રૂપિયાની કરચોરીના કેસમાં જપ્ત કર્યું હતું. જુલાઈ ૨૦૧૯માં એનઆઇ દ્વારા ૩૦ વર્ષમાં પ્રથમ વખત મહિલા કટ્ટરપંથી સંગઠન દુખતરન એ મિલ્લતનાં વડાં આસિયા અંદ્રાબીના ઘરને જપ્ત કર્યું હતું. એનઆઇએ પોતાના ચાર્જશીટમાં જણાવ્યું હતું કે તે દેશ વિરુદ્ધ યુદ્ધ ચલાવવામાં સામેલ હતી. તે કાશ્મીરના લોકોને પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનોની મદદથી ભારત સરકાર સામે સશ બળવા માટે ઉશ્કેરતી હતી.
આ મહિનાની શરૂઆતમાં ઈડીએ આતંકવાદી પ્રવૃત્તિઓના ભંડોળ સાથે જોડાયેલા કેસમાં મની લૉન્ડરિંગ કાયદા હેઠળ જેલમાં બંધ અલગાવવાદી શબીર અહમદ શાહનું ૨૧.૮૦ લાખ રૂપિયાનું ઘર જપ્ત કર્યું હતું. સાઉથ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સત્તાવાળાઓએ પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામીની બે શાળાની ઇમારતો અને જમીન સહિત નવ મિલક્તો જપ્ત કરી છે તેમ જ આ સંગઠનની વધુ ૩૦ મિલક્તોની ઓળખ કરવામાં આવી છે, જેની કિંમત ૧૦ કરોડ રૂપિયાની છે, જેને પણ સીલ કરવામાં આવશે.