કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાશે : ડીજીપી દિલબાગ સિંહ

શ્રીનગર,

જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની એકંદર સ્થિતિ શાંતિપૂર્ણ છે અને આગામી વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાશે.

ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે હડતાલ અને પથ્થરમારાની ઘટનાઓ હવે ભૂતકાળ બની ગઈ છે.જો કે, તેમણે કહ્યું કે પાકિસ્તાન તરફથી આતંકવાદીઓને ભારતમાં ધકેલવા અને શાંતિપૂર્ણ વિસ્તારોમાં આતંકવાદને પુન:જીવિત કરવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આ ખતરા પ્રત્યે સતર્ક છે અને તેમની યોજનાઓને નિષ્ફળ બનાવી રહી છે.

‘ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાશે’દિલબાગ સિંહે સરહદી પૂંચ જિલ્લામાં લોરાન ખાતે પોલીસ સ્ટેશન અને પોલીસકર્મીઓ માટે રહેણાંક ક્વાર્ટર તરીકે ઉપયોગમાં લેવાતી બે નવી બાંધવામાં આવેલી ઇમારતોનું ઉદ્ઘાટન કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી.આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની સંભાવના વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં તમામ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી અને તેથી આવનારી ચૂંટણી પણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાશે.

દિલબાગ સિંહે કહ્યું, સ્થિતિ ઘણી સારી છે.અમને આશા છે કે સમયની સાથે તેમાં વધુ સુધારો થશે.લોકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.પોલીસ અથવા અન્ય કોઈપણ સુરક્ષા દળો તરફથી કોઈ કડક્તા નથી અને અમે એ પણ સુનિશ્ર્ચિત કરી રહ્યા છીએ કે લોકોની રોજિંદી પ્રવૃત્તિઓમાં કોઈ વિક્ષેપ ન આવે.”ભૂતકાળમાં શું થયું? દિલબાગ સિંહે કહ્યું કે હડતાલ, પથ્થરમારો અને શાળા-કોલેજો બંધ કરવી એ ભૂતકાળ બની ગઈ છે અને આજે યુવાનો તેમના અભ્યાસ અને કારકિર્દી પર યાન કેન્દ્રિત કરી રહ્યા છે.તેમને સારી નોકરી મળી રહી છે.