કાલોલ નગરમાં મોસમનો સોૈથી સારો વરસાદ વરસ્યો હતો. જેને લઈ ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ હતી.બીજી તરફ સારા વરસાદને કારણે પાણીની આવક થતાં કાલોલ નગર પાલિકાના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. જેમાં કાસીમાબાદ સોસાયટીમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે સોસાયટીના રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે જેને લઈ કાદવ-કિચડથી રોડ ખદબદતા સ્થાનિક લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ ગંદકીના પગલે રોગચાળાની દહેશત જોવા મળી રહી છે. ત્યારે કાલોલ નગરમાં નગરપાલિકા દ્વારા યોગ્ય પાણીના નિકાલ અંગે યોગ્ય કામગીરી નહિ કરવામાં આવતા કાસીમાબાદ સોસાયટીના રહિશોમાં છુપો રોષ જોવા મળ્યો હતો.