
મંદિરોની નગરી તથા ‘છોટા કાશી’ તરીકે પ્રખ્યાત જામનગરમાં ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનો કંઈક અલગ જ દબદબો હોય છે. શહેરનાં કે.વી.રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર પુષોતમ માસ ચાલી રહ્યો છે ત્યારે મહાદેવને ૧૦૦૮ દીપમાળાથી શુસોભિત કરવામાં આવ્યા હતા. દીપમાળા દર્શનની ઝાંખી અદ્ભૂત અને અવર્ણનીય હતી દાદાના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.