
- બ્રહ્મોસ,કે-૯ વજ્રથી દુશ્મન થરથર કાંપવા લાગશે.
નવીદિલ્હી,
ર્ક્તવ્યપથ પર સેનાની ત્રણેય પાંખના જાંબાઝ જવાનો પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. જેને જોઈને ત્યાં હાજર લોકો અને દેશના લોકોની છાતી ગદગદ ફૂલવા લાગશે. તો તેની વિવંસક ક્ષમતા વિશે સાંભળીને દુશ્મન દેશને પરસેવો વળી જશે તે નક્કી છે.
૨૬મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ. આ દિવસે ર્ક્તવ્યપથ પર ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સ પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. જેમાં આ વખતે સ્વદેશી નાગ એન્ટી ટેક્ધ ગાઈડેડ મિસાઈલ પણ ખાસ આકર્ષણ જમાવશે. નાગને અમેરિકાની જેવલીન અને ઈઝરાયલની સ્પાઈક એન્ટી ટેક્ધ મિસાઈલની સમકક્ષ માનવામાં આવી છે. નાગ મિસાઈલના તમામ પરીક્ષણ પૂરા થઈ ગયા છે. અને હવે તે ભારતીય સેનાને મળવાની તૈયારીમાં છે.
નાગ મિસાઈલ સિવાય સ્વદેશી બ્રહ્મોસ મિસાઈલ અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ પણ ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થશે. ભારતે ૯૦ના દાયકામાં એક સ્વદેશી ટેક્ધ ગાઈડેડ મિસાઈલ પર કામ શરૂ કર્યુ હતું અને હવે તે સપનું ૨૦૨૩માં પૂરું થઈ રહ્યું છે. નાગને બખ્તરબંધ ગાડી કે હેલિકોપ્ટર બંનેથી ફાયર કરી શકાય છે…
સ્વદેશી હથિયારોમાં સૌથી વધારે સફળ બ્રહ્મોસ મિસાઈલ છે. બ્રહ્મોસને જમીન, આકાશ અને સમુદ્ર એમ ત્રણેય જગ્યાએથી ફાયર કરી શકાય છે. ભારતીય નેવીના લગભગ બધા મોટા વોરશીપને બ્રહ્મોસથી સજ્જ કરવામાં આવ્યા છે. દુશ્મનના કોઈપણ હવાઈ હુમલાથી બચવું સૌથી મુશ્કેલ અને જરૂરી હોય છે. ભારતે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ આકાશને વિકસિત કરી અને હવે તે વાયુસેનાની સાથે સેનામાં પણ સફળતાની સાથે કામ કરી રહી છે. વાયુસેનાની પાસે આકાશની ૮ સ્ક્વાડ્રન છે.. જ્યારે સેનાએ ૨ રેજીમેન્ટનો ઓર્ડર કર્યો છે.
ભારતીય સેનાના તોપખાનાની તાકાતમાં સેલ્ફ પ્રોપેલ્ડ આટલરી ગન કે-૯ વજ્રે સૌથી મોટો વધારો કર્યો છે. ગણતંત્ર દિવસ પર આ વખતે તે શાનદાર હથિયારમાંથી એક છે. તેના પ્રદર્શનથી સંતુષ્ટ સેનાએ તેની સંખ્યાને બેગણી કરવાનો નિર્ણય કર્યો છે.