દિનેશ કાર્તિકે આઈપીએલ ૨૦૨૪ની સીઝન પૂર્ણ થયા બાદ રિટાયરમેન્ટ લઈ લીધું છે. તેમણે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ માટે વિકેટકીપરની સાથે સાથે ફિનિશરની પણ ભુમિકા નિભાવી હતી. તેમણે તેની ધુંઆધાર બેટિંગથી ચાહકોનું દિલ પણ જીતી લીધું હતુ. રિટાયરમેન્ટ બાદ ફરી એક વખત આરસીબીમાં વાપસી કરી છે. આ વખતે તે બેટ્સમેન કે વિકેટકીપર નહિ પરંતુ આરસીબીની ફ્રેન્ચાઈઝીએ આઈપીએલ ૨૦૨૫ માટે એક નવું નામ સોંપ્યું છે.
દિનેશ કાર્તિકે આઈપીએલ ૨૦૨૪માં ૨૨ મેના રોજ પોતાની છેલ્લી મેચ રમી હતી. તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી પ્લેઓફ માટે ક્વોલિફાય પણ કરી લીધું હતુ પરંતુ રાજસ્થાન રોયલ્સ સામે ટ્રોફીની રેસમાંથી બહાર થઈ હતી. ૨૬ મેના રોજ ફાઈનલ મેચ પૂર્ણ થયા બાદ ૧ જૂનના રોજ તેમણે તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. રિટાયરમેન્ટના એક મહિના બાદ તેમણે આરસીબીમાં ફરી એન્ટ્રી કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમને આઇપીએલ ૨૦૨૫ માટે તેમના બેટિંગ કોચ અને મેન્ટોર તરીકે નિયુક્ત કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ તેના સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી છે.
દિનેશ કાર્તિકે આરસીબીમાં એન્ટ્રી કરતા જ એક ખાસ સંદેશ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે, તેની ટીમ ટ્રોફીની નજીક પહોંચી પરંતુ જીતી શકી નહિ, હવે બેટિંગ કોચ બન્યા બાદ કાતકે કહ્યું કે, ટ્રોફી જીતીને રહેશે. જેના માટે તેમણે ચાહકોનો સપોર્ટ માંગ્યો છે.
દિનેશ કાર્તિકે આઈપીએલ ૨૦૨૪માં આરસીબીને પ્લેઓફમાં પહોંચાડવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. તે ટૂર્નામેન્ટનો ટોપ-૧૦ બેટ્સમેન રહ્યો હતો. તેમણે કુલ ૩૩૦ રન બનાવ્યા હતા. કાતકે આઈપીએલમાં કુલ ૨૫૭ મેચ રમી છે. આ દરમિયાન તેમણે ૪૮૪૨ રન બનાવ્યા છે. જેમાં ૨૨ અડધી સદી પણ સામેલ છે.