પુણે,\ પ્રિયંકા ચોપરાનો પરિવાર પુણેમાં એક ઘર ભાડે લીધું છે. જેના માટે દર મહિને લાખો રુપિયાનું ભાડું ચુકવશે. ચોપરા પરિવારે એક બંગલો ભાડે લીધો છે. અભિનેત્રીની માતા મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ ચોપરાએ કંપની સાથે ડીલ પણ કરી લીધી છે.

આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દસ્તાવેજ અનુસાર બંગલાનું ભાડું ૨ લાખ રુપિયા દર મહિનાનું છે. રિપોર્ટ અનુસાર મધુ અને સિદ્ધાર્થએ ૨૧ માર્ચના રોજ પ્રોપર્ટી માટે રજીસ્ટ્રેશન કર્યું છે. તેમજ પુણેના આ બંગલા માટે ૬ લાખ રુપિયાની ડિપોઝીટ પણ જમા કરી દીધી છે. ચોપરા પરિવાર આ બંગલા માટે દરમહિને ૨.૦૬ લાખ રુપિયાનું ભાડું આપશે, આ બંગલો પુણેના કોરેગાવ પાર્કમાં આવેલો છે. બોલિવુડ અભિનેત્રી પાસે પુણેમાં ૨ પેન્ટ હાઉસ હતા. જેમને વેચી નાંખ્યા છે.

બોલિવુડમાં સફળ હોવાની સાથે હોલિવુડમાં પણ પ્રિયંકા ચોપરાનું મોટું નામ છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા એક સફળ બિઝનેસવુમન પણ છે. પ્રિયંકા ચોપરાની શેમ્પુથી લઈ કંડીશનર સુધી પ્રોડક્ટમાં લાબું લિસ્ટ છે.