નવીદિલ્હી, ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા બાદ શુક્રવારે કોંગ્રેસે દાવો કર્યો હતો કે તે એક સંકેત છે કે કરોડો પરિવારો મોંઘવારીને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે કેન્દ્રીય બેંક પોલિસી રેપો રેટને માત્ર ૬.૫ ટકા જ જાળવી રાખ્યો છે. આરબીઆઇના આ નિર્ણયને લઈને કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે આ ૪ ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંકથી વધુ છે. ઓગસ્ટ ૨૦૨૩માં સીપીઆઇ ૬.૮૩ ટકા હતો.આ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થવાને કારણે કરોડો પરિવારોને જે વાસ્તવિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે ચોક્કસપણે દર્શાવે છે,
નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ફુગાવાના અંદાજને ૫.૪ ટકા પર જાળવી રાખ્યો છે. આ સાથે, કેન્દ્રીય બેંકે વૈશ્ર્વિક ખાદ્યપદાર્થો અને ઇંધણની કિંમતોમાં કોઈપણ આંચકાથી સ્થાનિક અર્થતંત્રને બચાવવા માટે પગલાં લેવા પ્રતિબદ્ધ છે. જોકે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આશા વ્યક્ત કરી હતી કે સપ્ટેમ્બરના રિટેલ ફુગાવાના આંકડા ઓગસ્ટ અને જુલાઈ કરતા ઓછા રહેશે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટીને ૪.૬ ટકા થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૭.૩ ટકા હતો. જુલાઈ અને ઓગસ્ટના અપવાદરૂપે ઊંચા સ્તરોની તુલનામાં, ફુગાવાનો દર સપ્ટેમ્બરમાં નીચે આવશે કારણ કે ખાદ્યપદાર્થોના ભાવની અસર હવે ઓછી થઈ રહી છે, દાસે જણાવ્યું હતું.