પોરબંદર, ગુજરાતનાં દરિયા કિનારેથી ફરી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગત રોજ પોરબંદર પાસે મધદરિયેથી ૩૦૦૦ કિલો ડ્રગ્સ ઝડપાવા પામ્યું છે. કરોડની કિંમતનાં ડ્રગ્સ સાથે ૫ આરોપીઓની ધરપકડ કરી તેઓની પૂછપરછ હાથ ધરી છે. ગત રોજ પોરબંદરનાં દરિયા કિનારેથી ફરી ગત રોજ સાંજે દિલ્હી નાર્કોટિક્સ, ગુજરાત એટીએસ તેમજ અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળી ૩૦૦૦ કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ત્યારે એજન્સીનાં સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોર્ડમાં ત્રણ શકમંદો ચરસ તેમજ અન્ય ડ્રગ્સ લઈને આવતા હતા. તે દરમ્યાન ગુજરાત એટીએસનાં અધિકારીઓએ બોટને ઝડપી પાડી તપાસ હાથ ધરતા તેમાંથી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
ગત રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મધદરિયેથી ઈરાનની બોટમાં ૩૦૦૦ કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેમાં હસીસ અને ચરસ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારે ઝડપાયેલ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિમત કરોડોની હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે એટીએસ દ્વારા આરોપીઓને ગુપ્ત સ્થળે લઈ જઈ તેઓની હાલ પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે પકડેલા ખલાસીઓ પાસેથી સેટેલાઈટ ફોન અને સામગ્રી જપ્ત કરી હતી. ઝડપાયેલી પાંચેય બોટ અને ખલાસી ઈરાની હોવાનો ખુલાસો થયો છે. એટીએસ, નાર્કોટીક્સ અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોટો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગુજરાત એટીએસ તેમજ નાર્કોટીક્સ અને નેવી દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત ઓપરેશનમાં પોરબંદર પાસેથી ૩ હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં ૧૦૦૦ કરોડની કિંમતનાં ડ્રગ્સ સાથે ૫ આરોપીઓની ધરપકડ કરી હતી. મધદરીયે ઓપરેશન પાર પાડી આરોપીઓને ઝડપી લેવાયા હતા. બોટમાં ૨૯૫૦ કિલો ચરસ, ૧૬૦ કિલો મેથામ્ફેમાઈન, ૨૫ કિલો મોર્ફીન હોવાની માહિતી મળી છે. ડ્રગ્સ લઈ જઈ રહેલ ઈરાની બોટને ઝડપી લેવામાં આવી ચે. મોટી માત્રામાં જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
પાંચ દિવસ પહેલા જ વેરાવળ બંદર કાંઠેથી ગુજરાત એસઓજી તેમજ એનડીપીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે એસઓજી તેમજ એનડીપીએસની ટીમે વેરાવળ બંદરના નલિયા ગોળીકાંઠેથી રૂા. ૩૫૦ કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા રેડમાં હેરોઈનના ૫૦ કિલો સિલબંધ પેકેટનો જથ્થો પકડી પાડ્યો હતો. ત્યારે આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે એસઓજી તેમજ એનડીપીએસની ટીમ દ્વારા ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યુ. તેમજ કોનો દ્વારા કરોડોનું ડ્રગ્સ મંગાવવામાં આવ્યું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ કેસમાં હજુ અન્ય લોકોનાં નામ સામે આવી શકે તેવી શક્યતાઓ છે.