કરોડપતિ બિઝનેસમેન કબીર સાથે અફેરની અફવાઓથી અકળાઈ ક્રિતિ સેનન

ક્રિતિ સેનનનું આ વર્ષ બીજાઓની સરખામણીએ સફળ રહ્યું છે, આ વર્ષમાં તેની બે ફિલ્મો આવી ’તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ અને ’ક્રૂ’. ત્યારે ક્રિતિએ છેલ્લાં થોડાં વખતથી ચાલી રહેલી તેના વિશેની ધારણાઓ અને ચર્ચાઓ અંગે પોતાની અકળામણ વ્યક્ત કરી હતી. તેના કારણે તેના પરિવારને પણ સહન કરવું પડે છે, તેનો ઉલ્લેખ કરતાં ક્રિતિએ આ બાબતને અત્યંત અકળાવનારી ગણાવી હતી.છેલ્લાં કેટલાંક વખતથી ક્રિતિ કરોડપતિ બિઝનેસમેન કબીર બહિયા સાથેના સંબંધના કારણે ચર્ચામાં છે.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ક્રિતિને પૂછાયું હતું કે તેના વિશે લખાતી ગોસિપ સાથે કઈ રીતે કામ લે છે, તેના જવાબમાં ક્રિતિએ કહ્યું,’જ્યારે મારા વિશે ખોટી અને નકારાત્મક માહિતી છપાય છે, ત્યારે એ માત્ર મારા માટે નહીં પણ મારા પરિવારને પણ અસર કરે છે.’ ક્રિતિ માને છે કે જે જૂઠું છે, તેના કારણે તેના પરિવારને શા માટે ભોગવવું પડે? આગળ ક્રિતિએ કહ્યું,’ખાસ કરીને હું લગ્ન કરવાની છું એવી બધી અફવાઓ ફરતી થાય ત્યારે ઘણો ગુસ્સો આવે છે, પછી એ સાચું માનીને મારા મિત્રો મને મેસેજ કરે છે અને મારે સ્પષ્ટતા કરવી પડે છે કે આ સાચું નથી.’

જ્યારે લોકો કોઈ તથ્યોની તપાસ કર્યા વિના જ સોશિયલ મીડિયા પર ખોટી સ્ટોરી શેર કરવા માંડે ત્યારે તે કેટલી નિ:રાશ થાય છે, તે અંગે ક્રિતિએ કહ્યું કે નકારાત્મક્તા બહુ જલ્દી ફેલાય છે,’આ પ્રકારની નકારાત્મક્તાને સતત સુધાર્યા કરવી અને ખુલાસા કર્યા કરવા એ સૌથી વધુ અકળાવનારી અને બીજી બધી જ બાબતો કરતાં સૌથી વધુ અકળાવનારી વાત છે.’

ક્રિતિએ ૨૭ જુલાઈએ ગ્રીસમાં પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો. તેની સાથે તેની બહેન નુપુર સેનન, મ્યુઝિશિયન સ્ટેબિન બેન અને અન્ય મિત્રો પણ હતાં. તેના આ વેકેશનના વીડિયો અને તસવીરો સતત સોશિયલ મીડિયો પર ફરતાં રહ્યાં હતાં. જેમાં કબીર બહીઆની હાજરીએ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ઇન્ટરવ્યુ દરમિયાન ક્રિતિને પોતાના માટેના આદર્શ જીવનસાથી અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેણે કહ્યું હતું,’તમને એવા પાર્નરની અપેક્ષા હોય જે તમે ઘેર જાઓ તો તમારા માટે હાજર હોય, જેની સાથે તમે જીવનની ખુશ અને દુ:ખી પળો વહેંચી શકો.’

ક્રિતિએ કહ્યું હતું કે તમે જ્યારે તમારી સિદ્ધિઓ કોઈ સાથે વહેંચી ન શકો તો તેનો કોઈ અર્થ રહેતો નથી. તેણે એ વાત પણ કરી હતી કે કઈ રીતે એક ફિલ્મના સેટ પર લોકો વચ્ચે સંબંધો બને છે અને જેવી બીજી ફિલ્મ શરૂ થાય એવા એ સંબંધો પૂરા થઈ જાય છે. ક્રિતિએ કહ્યું,’પછી તમે તેમની ફિલ્મમાં જાઓ અને તમારો નવો પરિવાર બની જાય, બધું જ ટૂંકા સમય માટેનું હોય છે, તેથી તમારા જીવનમાં કોઈ એવું ફરજિયાત હોવું જોઇએ જે સતત તમારી સાથે રહે.’