શેર બજારમાં બુધવારે ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. ગ્રીન નિશાન પર વ્યાપાર કરવાની સાથે જ માર્કેટના બન્ને ઈન્ડેક્સે રોકેટની રફ્તારથી છલાંગ લગાવી અને Sensex-Nifty નવા શિખર પર પહોંચી ગયા. પરંતુ છેલ્લા કલાકોમાં અચાનક બજાર ધરાશાઈ થઈ ગયું અને સેન્સેક્સ લગભગ 800 અંકથી વધારેની ડુબકી લગાવી, તેની સાથે જ નિફ્ટી-50 પણ 200 પોઈન્ટ તૂટીને વ્યાપાર કરી રહ્યું હતું.
બપોરે 3 વાગ્યા પર બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 866.59 પોઈન્ટ એટલે કે 1.21 ટકાનો ઘટાડાની સાથે 70,570.60 ટકા સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. ત્યાં જ બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી ઈન્ડેક્સ 282.80 પોઈન્ટ કે 1.32 ટકાના ઘટાડાની સાથે 21,170ના સ્તર પર વ્યાપાર કરી રહ્યા હતા.
શેરમાર્કેટમાં તેજીની વચ્ચે શરૂઆતી વ્યાપારમાં સેન્સેક્સ લગભગલ 450 પોઈન્ટના તેજી સાથે પોતાના નવા ઓલ ટાઈમ હાઈ 71,913ના લેવલ પર પહોંચી ગયો હતો. અને હાલ પોતાના હાઈથી 1000 પોઈન્ટથી વધારે ઘટવાની સાથે વ્યાપાર કરી રહ્યો છે.
કંઈક આવો જ હાલ નિફ્ટીનો પણ છે અને બુધવારે શરૂઆતી વ્યાપારમાં આ 21,593ના સ્તર પર પહોંચી ગયો હતો. જે તેના 52 વીકના હાઈ લેવલ પર હતા. ત્યાં જ 3 વાગ્યા સુધી નિફ્ટી-50 પોતાના દિવસના હાઈ લેવલથી 370 પોઈન્ટ ઘટીને વ્યાપાર કરી રહ્યો છે.