કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત સહિત પાસના ૧૫૦૦થી વધુ કન્વિનરોએ કેસરીયો કર્યો

અમદાવાદ,

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ભાજપમાં જોડાયા છે, સાથે જ પાટીદાર અનામત આંદોલન સમિતિના ૧૫૦૦થી વધુ કન્વિનરોએ પણ કેસરિયો ધારણ કર્યો છે. અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહીત ૧૫૦૦ થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કેસરિયો ધારણ કર્યા બાદ જયેશ પટેલ, ઉદય પટેલ, ધર્મેશભાઈ પટેલ, યશ પટેલ,રાધે પટેલ,બ્રિજેશ પટેલ, ભાવેશ પટેલ,મિલનભાઈ કાવર,હિલ પટેલ, જીતેન્દ્ર પટેલ,ડાહ્યાભાઈ પટેલ, શૈલિન પટેલ, શૈલીન પટેલ,ક્રિષ્ણા પટેલ,મૌલિક પટેલ, મિત પટેલ અને શૈલેષ પટેલે પણ કેસરિયો ધારણ કર્યો છે. કમલમ ખાતે પ્રદીપસિંહ વાઘેલાએ તમામનું સ્વાગત કર્યુ છે.

પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આજે કમલમ ખાતે રાજકીય અને સમાજીક કાર્યકરો ભાજપમાં જોડાયા તેનું સ્વાગત કરું છું. પાસ કન્વિનરોએ જણાવ્યું કે, આવનારા વર્ષોમાં આ લોકો દેશ સેવા માટે કામે કરે તે ખાતરી આપું છું. મેં કોગ્રેસમાં જે જવાબદારી સોંપી તે અમે નિભાવી. પાટીદાર આંદોલનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી. કોંગ્રેસમાં જે કાર્યકરોની અવગણના થઈ રહી છે. મારુ ૧૦૦ ટકા આપીશ અને ભાજપ પાર્ટી સોંપશે તે જવાબદારી સભાળીશ. અમે ફી માફીની રજુઆત કરી હતો માન્ય રાખી હતી. મેં કોઈ ટીકીટ માંગી નથી. જો પુરાવો મળે તો જાહેર જીવન છોડવા તૈયાર છું. મારે ચૂંટણી લડવી નથી કેમ કે હું કોંગ્રેસની સ્થિતિ જાણીએ છે. થોડા કેસ પાછા ખેંચાય છે અન્યનો ટેક્નિક નિવેળો લાવીશું. સારું કામ કરવામાં કોંગ્રેસમાં અનેક અવરોધ હતા તે દૂર કરવા માટે હ્વદ્ઘ માં જોડાયો છું. હાદકને લાગ્યું ત્યારે તે જોડાયો અને મને લાગ્યુ ત્યારે હું જોડાયો.

ભાજપમાં જોડાયા બાદ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, હું સી આર પાટીલ અને ભાજપનો આભાર માનું છું. અમે ૨૦૧૭થી લોક્સેવા કરીએ છે. હવે સત્ત પરથી સાથે જન સેવાનું કાર્ય આગળ વધારીશું. કોઈપણ ઘટના બની ત્યારે ક્ષત્રિયને યાદ કરવામાં આવી રહ્યા છે. હવેથી દર મહિને જિલ્લાની ટીમ ભાજપમાં જોડાશે. આંદોલનકારી માટે ધરપકડ થતી હોય છે. સરકાર સામે અમારી લડત હતી. લોક્સેવાની મોકો ભાજપે આપ્યો છે. અમારો નિર્ણય ક્ષત્રિય અને ગુજરાતની જનતા માટે સારો છે. લોકો વિરોધ કરે એનો વાંધો નાં હોય. અમારું કેડર અમારી સાથે છે. અમારી અપેક્ષા એક જ છે ભાજપ દેશહિતમાં કામ કરે એને ગતી મળે.

પાસ કન્વીનરો સહિત ૧૫૦૦ કાર્યકરો ભાજપમાં જોડાયા છે તેમાં જયેશ પટેલ – પાસ કન્વિનર, અમદાવાદ (કોર કમિટી સભ્ય).ઉદય પટેલ – પાસ કન્વિનર,મય ગુજરાત (કોર કમિટી સભ્ય).ધર્મેશભાઈ પટેલ – પાસ કન્વિનર, માણસા.યશ પટેલ – પાસ કન્વિનર, મહીસાગર જીલ્લા.રાધે પટેલ – પાસ કન્વિનર, ભરુચ જીલ્લા.બ્રિજેશ પટેલ – પાસ કન્વિનર, રાજકોટ.ભાવેશ પટેલ – પાસ કન્વિનર, ધાંગધ્રા.મિલનભાઈ કાવર – પાસ કન્વિનર, હળવદ.હિલ પટેલ – પાસ કન્વિનર, ગારીયાધાર.જીતેન્દ્ર પટેલ – પાસ કન્વિનર, શહેરા.ડાહયાભાઈ પટેલ – પાસ અગ્રણી, ગોધરા.શૈલીન પટેલ – વરણામા વડોદરા પાસ.ક્રિષ્ણા પટેલ – પાસ કન્વિનર, વડોદરા.મૌલીક પટેલ – કન્વિનર – ઈડર, પાસ.મિત પટેલ – પાસ સોશીયલ મીડીયા કન્વિનર,શૈલેષ પટેલ – પાસ આગેવાન, ઉંજા,ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા માહોલ ગરમાયો છે. ત્યારે હવે પક્ષપલટાની મોસમ જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણી ટાણે જ હાદક પટેલના ખાતામા એક્સાથે ૧૫૦૦ પાસ કાર્યર્ક્તાઓનું સમર્થન આપ્યું છે. હાદક પટેલ જૂન મહિનામાં ભાજપમાં જોડાયા હતા.