કર્ણાટક: સિદ્ધાર્મૈયાને ખત્મ કરી દેવા જોઈએ, ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, કેસ નોંધાયો

બેંગ્લુરુ : કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સીએન અશ્ર્વથ નારાયણ મુશ્કેલી મુકાયામાં છે. વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. મૈસુરના દેવરાજા પોલીસ સ્ટેશને બીજેપી ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કોંગ્રેસના નેતાઓ ભાજપના ધારાસભ્યની ધરપકડની માંગ કરી રહ્યા છે. કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ નેતા પ્રિયંક ખડગેએ આ મુદ્દે ભાજપ પર ટોણો માર્યો છે.

પ્રિયંકે કહ્યું, ભાજપે પોતાની જીભ અને મન વચ્ચેની કડી ગુમાવી દીધી છે. ભાજપના નેતાઓ બોલતા પહેલા વિચારતા નથી.પ્રિયંકે વધુમાં કહ્યું કે હવે કર્ણાટકમાં આ બધું નહીં ચાલે. લોકો જે બોલે છે તેના વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. અમે અમારા અધિકારની અંદર રહીને બોલીએ તો ઠીક છે, અમને કોઈ વાંધો નથી. તમે મુખ્યમંત્રી પદનું અપમાન ન કરી શકો.

આ મામલો આ વર્ષે ફેબ્રુઆરીનો છે. તત્કાલિન મંત્રી સીએન અશ્ર્વથ નારાયણે માંડ્યા જિલ્લાના સતનુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટીપુ સુલતાનની જગ્યાએ સિદ્ધારમૈયા આવશે. તમારે વીર સાવરકર જોઈએ છે કે ટીપુ સુલતાન? તમારે નક્કી કરવાનું છે. એટલું જ નહીં, તેણે કહ્યું કે તમે જાણો છો કે ઉરી ગૌડા અને નાંજે ગૌડાએ ટીપુ સુલતાન સાથે શું કર્યું હતું. સિદ્ધારમૈયાને ખતમ કરી દેવા જોઈએ.

અશ્ર્વથ નારાયણના આ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના નેતાઓએ નારાયણને મંત્રી પદ પરથી હટાવવાની માંગ કરી હતી. આ સાથે અશ્ર્વથની ધરપકડ કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

અશ્ર્વથના નિવેદનથી ભાજપ ગુસ્સે થઈ ગયું હતું. જો કે બાદમાં તેણે પોતાના નિવેદન બદલ માફી પણ માંગી હતી. અશ્ર્વથે સ્પષ્ટતા કરી હતી કે તેણે સિદ્ધારમૈયાની સરખામણી ટીપુ સુલતાન સાથે કરી હતી. આ એક વૈચારિક તફાવત છે. મારા નિવેદનથી જો કોઈને દુ:ખ થયું હોય તો હું માફી માંગુ છું.