કર્ણાટક સરકારે ખાનગી નોકરીઓમાં કેટલીક પોસ્ટ પર ૧૦૦% અનામત ઉપલબ્ધ કરાવશે

  • જો સ્થાનિક ઉમેદવારોની પૂરતી સંખ્યા ન હોય, તો સંસ્થાઓએ આ કાયદામાંથી મુક્તિ માટે અરજી કરવી પડશે.

કર્ણાટક સરકારની કેબિનેટે રાજ્યની ખાનગી કંપનીઓમાં ગ્રુપ સી અને ડી પોસ્ટ માટે કર્ણાટકના રહેવાસીઓ માટે ૧૦૦ ટકા આરક્ષણ પ્રદાન કરતા બિલને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ જાણકારી આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટે રાજ્યના તમામ ખાનગી ઉદ્યોગોમાં ’સી’ અને ’ડી’ શ્રેણીની જગ્યાઓ માટે કન્નડીગા (કન્નડ ભાષી) લોકોની ૧૦૦ ટકા ભરતીને ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપી હતી, તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું. ’એકસ’ પર પોસ્ટ આપવામાં આવી છે.’’ કાયદા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ બિલની એક કોપી ફરતી થઇ જે મુજબ કોઈપણ ઉદ્યોગ, ફેક્ટરીમાં ૫૦ ટકા સ્થાનિક ઉમેદવારોને મેનેજમેન્ટ કેટેગરીમાં અને ૭૦ ટકા નોન-મેનેજમેન્ટ કેટેગરીમાં નિયુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, જો ઉમેદવારો પાસે કન્નડ ભાષા સાથે માયમિક શાળા પ્રમાણપત્ર નથી, તો તેઓએ નોડલ એજન્સી દ્વારા નિદષ્ટ પ્રાવીણ્ય પરીક્ષા પાસ કરવી પડશે. તમને જણાવી દઈએ કે આ બિલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સ્થાનિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો તાલીમ આપવાનું કામ સંસ્થાઓએ સરકાર અથવા સંલગ્ન એજન્સીઓની મદદથી ત્રણ વર્ષમાં કરવું પડશે.

બિલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો સ્થાનિક ઉમેદવારોની પૂરતી સંખ્યા ન હોય, તો સંસ્થાઓએ આ કાયદામાંથી મુક્તિ માટે અરજી કરવી પડશે. તમામ ઉદ્યોગો, કારખાનાઓ અથવા અન્ય સંસ્થાઓએ આ કાયદાનું પાલન કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સત્તામાં આવી હતી. ત્યારપછી કોંગ્રેસ સરકાર ઘણા મહત્વના નિર્ણયો પર સતત કામ કરી રહી છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે નોકરીમાં અનામતને લઈને નિર્ણય લેવામાં આવી રહ્યો હોય.