કર્ણાટકની એક સ્કૂલમાં એક શિક્ષિકાને સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખોટું ભણાવવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવી છે. શિક્ષિકા પર આરોપ છે કે તે બાળકોને ભણાવતી હતી કે મહાભારત અને રામાયણ કાલ્પનિક છે.શિક્ષિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ મામલે દક્ષિણપંથી ગ્રુપના વિવાદ બાદ સ્કૂલ તંત્રએ શિક્ષિકા પર એક્શન લીધુ હતુ.દક્ષિણપંથી જૂથનું કહેવું છે કે આરોપી શિક્ષિકા વિરૂદ્ધ કેસ કરવામાં આવે.
કર્ણાટકના મેંગલુરૂની કોન્વેટ સ્કૂલમાં આ ઘટના બની છે. ભાજપના ધારાસભ્ય વેધાસ કામથ દ્વારા સમથત સમૂહે આરોપ લગાવ્યો કે શહેરની સેન્ટ ગેરોસા ઇંગ્લિશ એચઆર પ્રાઇમરી સ્કૂલની એક શિક્ષિકા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવતી હતી કે મહાભારત અને રામાયણ કાલ્પનિક હતી.
દક્ષિણપંથી જૂથે આરોપ લગાવ્યો કે શિક્ષિકાએ પીએમ મોદી વિરૂદ્ધ બોલતા કહ્યું હતું કે ૨૦૦૨ના ગોધરા રમખાણ અને બિલક્સિ બાનો સામુહિક બળાત્કારની ઘટનાો ઉલ્લેખ કર્યો હતો. જૂથે ફરિયાદમાં કહ્યું, તે બાળકોના મનમાં નફરતની ભાવના ઉભો કરવાનો પ્રયાસ કરતી હતી. ભાજપના ધારાસભ્યએ સ્કૂલમાં વિરોધની સાથે શિક્ષિકાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
સ્કૂલે પત્રમાં કહ્યું, ’સેન્ટ ગેરોસા સ્કૂલનો ઇતિહાસ ૬૦ વર્ષ જૂનો છે અને આજ સુધી આવી કોઇ ઘટના બની નથી. આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાએ અમારી વચ્ચે અસ્થાઇ અવિશ્ર્વાસ ઉભો કર્યો છે અને અમારા પગલા તમારી વચ્ચે ફરી વિશ્વાસ બનાવવામાં મદદ કરશે અને અમે તમામ વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે મળીને કામ કરીશું.’