નવીદિલ્હી,કર્ણાટકમાં ફરીથી ભાજપની સરકાર બનવા પર હાલના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવશે. સૂત્રોના હવાલાથી મળેલ માહિતી અનુસાર, બસવરાજ બોમાઈએ ૫૧ થી વધુ વિધાનસભા સીટો પર પ્રચાર કર્યો છે, ઘણા રોડ શો કર્યા છે. રાજ્યના નેતાઓમાં તેઓ સૌથી અગ્રણી ચહેરો છે.
ભાજપ કોંગ્રેસની આંતરિક લડાઈને લોકો વચ્ચે લઇને આવશે. સીએમની ખુરશી માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેની લડાઈ જનતાને જણાવવામાં આવશે. લિંગાયત સીએમ અંગે કોંગ્રેસના નેતાઓનું અપમાનજનક નિવેદન પણ ભાજપનો મોટો મુદ્દો હશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ મુસ્લિમ અનામતના મુદ્દે પણ કોંગ્રેસને ઘેરશે. કોંગ્રેસના નેતા પ્રચાર દરમિયાન પૂછશે કે ,કોંગ્રેસે મુસ્લિમ અનામત પુન:સ્થાપિત કરવાનું જે વચન આપ્યું હતું, તે કોના હિસ્સામાંથી કાપવામાં આવશે? પીએફઆઈ બૈન પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના કેટલાક નેતાઓના નિવેદનોને પણ મોટો મુદ્દો બનાવવામાં આવશે. પીએમ મોદી કર્ણાટકમાં છ દિવસ પ્રચાર કરશે. પીએમની લગભગ ૨૫ રેલીઓ થશે. બીજેપી મેના પહેલા સપ્તાહમાં કર્ણાટક માટે પોતાનો ઘોષણાપત્ર જાહેર કરશે.