કર્ણાટકમાં ધર્મપરિવર્તન માટે સગીર પર બળાત્કાર: આરોપી એક બાળકનો પિતા

બેંગ્લુરુ,

કર્ણાટકમાં ધર્મપરિવર્તન માટે આઠમા ધોરણની વિદ્યાથની સાથે બળાત્કારનો કેસ સામે આવ્યો છે. તેના પાડોશમાં રહેતા યુનુસ પાશા ઉર્ફે ફૈયાઝ મોહમ્મદે પહેલા ૧૩ વર્ષની વિદ્યાથની સાથે મિત્રતા કરી હતી. તેની સાથે બળાત્કાર કર્યા બાદ તેણે અશ્લીલ ફોટોગ્રાસ લીધા હતા. આ સિવાય તેને વાઇરલ કરવાની ધમકી આપી હતી. તે વિદ્યાથનીને ઈસ્લામ કબૂલ કરી લગ્ન કરવાની ધમકી આપતો હતો. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. ફૈયાઝ પહેલેથી જ પરિણીત છે અને તેને એક બાળક પણ છે.

પોલીસે કહ્યું હતું કે છોકરી હિન્દુ છે. આરોપીએ સ્માર્ટફોન ગિટ કરીને તેની સાથે મિત્રતા કરી હતી. છોકરીના પરિવારને સ્માર્ટફોનની કોઈ માહિતી નથી. તે છુપાઈને ફૈયાઝ સાથે વીડિયો કોલ પર વાત કરતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ફૈયાઝ વિદ્યાથનીના અશ્લીલ ફોટો લઈને બળજબરીથી સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. છોકરીએ ઈનકાર કર્યો તો તેના ચેટ અને ફોટો વાઇરલ કરવાની ધમકી આપી હતી.

૮ નવેમ્બરના રોજ છોકરીનો પરિવાર તેને તેની દાદી પાસે છોડીને ચાર દિવસ માટે શિરડી ગયો હતો. આરોપીએ તેનો ફાયદો ઉઠાવીને ૧૦ નવેમ્બરે તેની દાદીના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી. જ્યારે તે બેભાન થઈ ગઈ, ત્યારે ફૈયાઝે કથિત રીતે છોકરી પર બળાત્કાર કર્યો. આ પછી તેણે છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આ શરતે કે તે ઈસ્લામ કબૂલ કરશે.

આ કેસમાં છોકરીના પિતાએ ૧૯ નવેમ્બરે આરોપી ફૈયાઝ વિરુદ્ધ બળાત્કાર અને બ્લેકમેઇલની ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે ૧૨ નવેમ્બરે શિરડીથી પરત ફર્યા બાદ તેમણે છોકરીના વર્તનમાં ફેરફાર જોયો. છોકરીએ ૧૮ નવેમ્બરે તેના પરિવારને બધી વાત કહી. એ બાદ પિતાએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.