- ૪૦ ટકા કમિશનની સરકાર’ બધાને ખબર છે અને આ સંબંધમાં વડાપ્રધાનને પત્ર પણ લખવામાં આવ્યો હતો,
બેંગ્લુરુ,કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં માત્ર પોતાના વિશે જ વાત કરે છે અને પોતાના કોઈ વરિષ્ઠ નેતાનું નામ પણ લેતા નથી. અહીં એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે પૂછ્યું કે કર્ણાટકમાં ભ્રષ્ટાચારના મુદ્દે વડાપ્રધાન મોદી કેમ મૌન છે.
તેમણે દાવો કર્યો હતો કે મોદી તેમની ચૂંટણી સભાઓમાં મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રના નામનો પણ ઉલ્લેખ કરતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિધાનસભા ચૂંટણી નરેન્દ્ર મોદી વિશે નથી, પરંતુ કર્ણાટકના લોકો અને તેમના બાળકોના ભવિષ્ય વિશે છે. તેમણે કહ્યું, તમે ભાજપની સભાઓ જોઈ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે અને કોઈ નેતાનું નામ લેતા નથી. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામ મોદી ક્યારેય તેમના નેતાઓના નામ લેતા નથી.
ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ટોણો માર્યો કે વડા પ્રધાન મોદી ક્યારેય બોમ્માઈ કે યેદિયુરપ્પાનું નામ લેતા નથી, જાણે તેમનું અસ્તિત્વ જ નથી. તેમના કહેવા પ્રમાણે, આજે કર્ણાટકમાં દરેક વ્યક્તિ આશ્ર્ચર્યમાં છે કે વડાપ્રધાન ભાજપના નેતાઓના નામ કેમ નથી લેતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સબ-ઇન્સ્પેક્ટરોની ભરતીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હતો પરંતુ વડા પ્રધાને ક્યારેય કર્ણાટકના ગૃહ પ્રધાનનું નામ લીધું નથી.
તેમણે કહ્યું કે, નામ ન લેવાનું એક કારણ એ છે કે નરેન્દ્ર મોદી માત્ર નરેન્દ્ર મોદીની જ વાત કરે છે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે કર્ણાટકના ભ્રષ્ટાચાર અંગે વડાપ્રધાન કેમ કંઈ નથી બોલતા? તેમણે દાવો કર્યો હતો કે ’૪૦ ટકા કમિશનની સરકાર’ બધાને ખબર છે અને આ સંબંધમાં વડાપ્રધાનને પત્ર પણ લખવામાં આવ્યો હતો, પરંતુ તેમણે જવાબ આપ્યો ન હતો. રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી કે કર્ણાટકના લોકો કોંગ્રેસને સમર્થન આપશે. કર્ણાટકની તમામ ૨૨૪ વિધાનસભા બેઠકો માટે ૧૦ મેના રોજ મતદાન થશે અને મતગણતરી ૧૩ મેના રોજ થશે.