બેંગ્લુરુ,
ભાજપ ધારાસભ્ય અને બેંગ્લુરુ વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ એસ આર વિશ્ર્વનાથે ઉપ રજીસ્ટ્રેશ કાર્યાલયોમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવતા રાજય સરકારને શરમમાં મુકી અને કહ્યું કે તેનાથી બેંગ્લુરુની આસપાસ સરકારી ભૂમિ મોટાપાયા પર પરિવર્તન થઇ રહી છે.વિધાનસભામાં બોલતા વિશ્ર્વનાથે કહ્યું કે શહેરના બહારી વિસ્તારમાં કૃષિ ભૂમિ,સરકારી ભૂમિ અને ત્યાં સુધી કે ઝીલોમાં મહેસુલ લેઆઉટ આવી રહ્યાં છે.તેમણે કહ્યું કે આવા બધા રજીસ્ટ્રેશન નકલી રજીસ્ટ્રેશન કરેલા છે જે સક્ષમ પ્રાધિકારીની મંજુરી વિના કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે આ રીતની અનિયમિતતાઓમાં સામેલ અધિકારીઓની વિરૂધ સખ્ત કાર્યવાહીની કમીએ સમસ્યાઓ વધુ વધારી દીધી છે.તેમણે માંગ કરી કે સરકારે આવા અધિકારીઓની વિરૂધ સખ્ત કાર્યવાહી કરવી જોઇએ અથવા તો તેની વિરૂધ અપરાધિક મામલો દાખલ કરવામાં આવે અને જેલ મોકલવા જોઇએ.
વિશ્ર્વનાથે તાજેતરની જ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં એક સબ રજિસ્ટ્રાર,જેણે અનિયમિતતાઓ માટે બરતરફ કરી દેવામાં આવ્યા હતાં એક સરકારી આદેશ પર રોક લગાવવામાં સફળ રહ્યાં અને આગામી દિવસે જ કામ પર પાછા આવ્યા તેમણે કહ્યું કે કોઇ પણ ચર્ચા (ગેરકાયદેસર ભૂમિ રજીસ્ટ્રી પર) વ્યર્થ છે જો તે (સબ રજિસ્ટ્રાર) આમ કરવામાં સફળ રહે છે. તેમણે કહ્યું કે કર્મચારીઓ અને એજન્ટોની મદદથી જમીનના દસ્તાવેજોમાં છેંતરપીડી કરવામાં આવી રહી છે ત્યાં સુધી કે ખરીદદારોને પણ ખબર છે કે રજીસ્ટ્રી નકલી છે તેમણે કહ્યું કે આ રજીસ્ટ્રી ૧૦,૦૦૦ રૂપિયાથી ૫૦,૦૦૦ રૂપિયાની વચ્ચે લાંચ લઇ કરવામાં આવે છે.
વિશ્ર્વનાથે કહ્યું કે ઘટનાનું નીરીક્ષણ કરવા અને ભૂમિના ગેરકાયદેસર રૂપાંતરણ પર રાજય સરકારને એક રિપોર્ટ સોંપ્યા બાદ પણ કોઇ પણ અધિકારીને બરતરફ કરવામાં આવ્યા નહીં. કોંગ્રેસના ધારાસભ્ય કૃષ્ણા વાયરે ગૌડાએ પણ રાજય વિધાનમંડળના પહેલા અઠવાડીયે આ રીતનો મુદ્દો ઉઠાવ્યો હતો વિશ્ર્વનાથની ચિંતાઓનો જવાબ આપતાં કાયદો અને સંસદીય મામલાના મંત્રીએ કહ્યું કે સરકાર જો કોઇ વિશિષ્ટ મામલો હશે તો કાર્યવાહી કરશે.