દેશની 26 મોટી વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવતા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. એક સમયે નાની પાર્ટીઓથી કિનારા કરતી બીજેપી હવે લોકસભા ચૂંટણી જીતવા માટે હવાતિયા મારતી હોય તેમ નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરી રહી છે.
આ ક્રમમાં જ બીજેપીએ કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, બીજેપી અને જેડીએસ લોકસભાની 4 સીટો પર સાથે ચૂંટણી લડશે.
પુર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, એચડી દેવગૌડા આ અઠવાડિયે દિલ્હી ગયા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. એચડી દેવગૌડાએ ગઠબંધન માળખા અંગે ચર્ચા કરવા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.
જેડીએસે શરૂઆતમાં આઠ બેઠકોની માંગણી કરી હતી અને બીજેપીએ માત્ર ત્રણ બેઠકોની ઓફર કરી હતી. આખરે ચાર બેઠકો પર સહમતિ બની ગઈ છે. તેમણે જણાવ્યુ કે, આનાથી અમને મોટી તાકાત મળી છે અને અમને 25 કે 26 લોકસભા બેઠકો એકસાથે જીતવામાં મદદ મળશે.
સૂત્રો અનુસાર, જેડીએસ હાસન, મંડ્યા, બેંગલુરુ ગ્રામીણ, ચિક્કાબલ્લાપુરા અને તુમાકુરુ બેઠકો પરથી ચૂંટણી લડવા માંગે છે. બીજેપી ચિક્કાબલ્લાપુરા સીટ છોડવા માંગતી નથી. જે હાલ બીજેપી પાસે છે.
હવે બીજેપી ચાર સીટો કોલાર, હસન, મંડ્યા અને બેંગલુરુ રૂરલ પર ગઠબંધન માટે રાજી થઈ છે. તમને જણાવી દઈએ કે એચડી દેવગૌડા જૂન 1996 થી એપ્રિલ 1997 વચ્ચે વડાપ્રધાન રહ્યા છે અને તેમણે કર્ણાટકમાં પાંચ લોકસભા સીટો માંગી હતી.
સૂત્ર અનુસાર, અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મળીને લેશે. જેડીએસના સૂત્રો સુત્રો અનુસાર, આ પૂર્ણ ગઠબંધન નહીં હોય જ્યાં બંને પક્ષોના નેતાઓ એકબીજાના મતવિસ્તારોમાં પ્રચાર કરશે.
થોડા દિવસો પહેલા જ જેડી(એસ)ના સુપ્રીમો દેવેગૌડાએ સંકેત આપ્યો હતો કે પાર્ટી એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે.
જણાવી દઈએ કે, કર્ણાટકમાં 2019 લોકસભા ચૂંટણીમાં બીજેપીએ 25 બેઠકો જીતી હતી. અને સમર્થિત અપક્ષે એક બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસ અને JD(S)એ એક-એક બેઠક જીતી હતી. આ વર્ષે મે મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સુધી કર્ણાટકમાં બીજેપીએ સત્તા ગુમાવવી પડી છે અને કોંગ્રેસના હારે ભુંડી હારનો સામનો કરવો પડ્યો છે.