
બેંગ્લોર,કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારીપત્રક ભરવામાં ૧૧ દિવસનો લાંબો ગાળો હોવા છતાં પણ રાજયો ચૂંટણી જાહેરાત સાથે શરાબની રોકડની છોળ ઉડવા લાગી છે અને હજું તા.૧૦ મે ના મતદાન સુધીમાં કેવા જંગી ખર્ચ થશે તેની કલ્પના જ થઈ શકે તેમ નથી અને ખુદ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યુ છે કે ચૂંટણી લડવા માટે જે નોંધાયા વગરનો કે ગેરકાનુની ખર્ચ થાય છે તે પાંચ વર્ષના સમયગાળામાં સાત ગણો વધી જશે તે પ્રાથમીક રીતે જે શરાબ, રોકડ વિ.
ચૂંટણીપંચ દ્વારા રાજયો આચારસંહિતાના અમલ બાદની જે ઝુંબેશ શરુ કરવામાં આવી હતી તેમાં અત્યાર સુધીમાંજ રૂા.૧૪૦ કરોડની રોકડ-શરાબ સહિતની ચૂંટણી ખૈરાત તરીકે મનાતી ચીજો જપ્ત કરી છે. ખુદ ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા મુજબ ગત ચૂંટણીમાં આચારસંહિતાના પ્રથમ ૧૩ દિવસમાં રૂા.૨૦.૨ કરોડના શરાબ-રોકડ વિ. ઝડપી હતી અને ફુગાવાની ગણતરી કરીએ તો આજના દિને તેની કિંમત રૂા.૨૬.૧ કરોડની આસપાસ થઈ શકે છે પણ ચાલુ વર્ષે આચારસંહિતા જાહેર થયા બાદ રૂા.૫૫ કરોડની રોકડ અને રૂા.૩૦.૨ કરોડની કિંમતનો ૬,૫૬,૦૦૦ લીટર શરાબ ઝડપી લીધો છે. ૨૦૧૮માં આ સમયગાળામાં પણ રૂા.૧૬ કરોડના મફત ’બંદરબાટ’ ઝડપાઈ હતી. ચૂંટણીના સમયગાળામાં શરાબની માંગ ૫૧% વધી જાય છે જયારે આ ચૂંટણીમાં માદક દ્રવ્યોની માંગ ૧૮% વધી છે અને તે એક ચિંતાનું કારણ છે. કર્ણાટકમાં ચૂંટણી જાહેરાત પુર્વે જ લોકલ-પોલીસે જે ઝુંબેશ ચલાવી હતી તેમાં આ પ્રતિબિંબીત થયું છે.