બાલાસીનોર,કર્મયોગી બાવન ગામ માછી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહી કાંઠા બાવન (52) ગામ માછી સમાજનો શૈક્ષણિક વિકાસ થાય તથા બાળકો અને યુવાનોને શિક્ષણ માટેની પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુથી વર્ષ- 2023 માં સમાજમાંથી નોકરીમાં નવી નિમણૂંક પામેલા કર્મચારીઓ, નિવૃત્ત થયેલ કર્મચારીઓ અને કોલેજ કક્ષાએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા ધોરણ-10 અને ધોરણ-12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ ચોપેલી પ્રાથમિક શાળામાં યોજાયો. જેમાં પંચમહાલ સાંસદ રતનસિહ રાઠોડ, તાલુકાશાસક પક્ષના પૂર્વ નેતા અજયભાઈ દરજી, કિસાન મોરચાના મહામંત્રી કાળુભાઇ માછી, બાલાસિનોર કોલેજના પ્રિન્સિપાલ ડો.દિનેશભાઈ માછી, નિવૃત્ત શિક્ષણ સચિવ રમેશભાઈ માછી, વડોદરા માછી સમાજ પ્રમુખ રમેશભાઇમાછી, સરપંચો, આગેવાનો બાવન ગામ કર્મચારીઓ. તેજસ્વી વિધ્યાર્થી. તથા ભાઈબહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. કર્મયોગી માછી સમાજ ટ્રસ્ટ ની ટીમ દ્વારા સુંદર આયોજન કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી.