કર્મચારીઓને નિવૃતી પછીના લાભોથી કોઈ વંચિત ન કરી શકે, સુપ્રીમ

કર્મચારીઓની તરફેણમાં મોટો ચુકાદો જાહેર કરતાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે જો કોઈ કર્મચારી ૩૦ થી ૪૦ વર્ષ સુધી સેવા આપે છે, તો તેને નિવૃત્તિના લાભોથી વંચિત ન રાખી શકાય પછી ભલેને તેની નિમણૂક થોડા સમય પૂરતી કેમ ન હોય? જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે ૭ મેના પોતાના આદેશમાં કહ્યું હતું કે, ૩૦ થી ૪૦ વર્ષ સુધી કામ કર્યા પછી કોઈ પણ કર્મચારીને નિવૃત્તિના લાભો નકારવા એ ખોટું છે. ડિવિઝન બેન્ચે તેના ચુકાદામાં લખ્યું હતું કે આ કેસના અરજદારોએ ૩૦ થી ૪૦ વર્ષ સુધી કામ કર્યું હતું. તેથી, તેમને નિવૃત્તિ પછીના લાભોથી વંચિત રાખવા અયોગ્ય ગણાશે.

૧૯૮૧માં, ઉત્તર પ્રદેશના અવિભાજિત ગોરખપુરમાં થોડા સમય માટે ૧૪ સહાયકની નિમણૂક કરવામાં આવી હતી. બાદમાં ગોરખપુરમાંથી બીજો જિલ્લો મહારાજગંજ બનાવવામાં આવ્યો. જિલ્લાના વિભાજન પછી, ૧૪ છઉમ્દ્ગ માંથી ૫ મહારાજગંજ ગયા અને ૯ ગોરખપુરમાં રહ્યા. ૨૬ જૂન, ૧૯૯૧ના રોજ, મહારાજગંજના જિલ્લા મેજિસ્ટ્રેટે તે પાંચ છઉમ્દ્ગ ની સેવા કાયમી કરી હતી, પરંતુ ફરિયાદ મળ્યા બાદ, ઑક્ટોબર ૧૯૯૨માં આ આદેશને ઉલટાવી દેવામાં આવ્યો હતો અને કાયમી કરવાનું રદ કરવામાં આવ્યું હતું. બાદમાં આ પાંચ કર્મચારીઓએ તેમના કન્ફર્મેશન રદ કરવાના આદેશને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જ્યાં હાઈકોર્ટની સિંગલ બેંચે કર્મચારીઓને ટમનેશન ઓર્ડર પર સ્ટે આપીને મોટી રાહત આપી હતી અને તેમને કામ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના વચગાળાના આદેશ પર કામદારોએ કામ ચાલુ રાખ્યું હતું. બાદમાં સિંગલ બેન્ચે ઓક્ટોબર ૧૯૯૨ના આદેશને રદ કર્યો હતો. વધુમાં, સિંગલ બેન્ચે એ પણ નિર્દેશ આપ્યો હતો કે ૨૬ જૂન, ૧૯૯૧થી તમામ લાભો સાથે અપીલર્ક્તાઓની સેવાને નિયમિત ગણવામાં આવે. બાદમાં, હાઈકોર્ટની ડબલ બેન્ચે આ આદેશને ફગાવી દીધો હતો અને નિર્દેશ આપ્યો હતો કે આ કર્મચારીઓની સેવા અવધિ નિવૃત્તિ અને પેન્શન સંબંધિત લાભો માટે ગણવામાં આવશે નહીં. તેની સામે આ કામદારો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે હાઈકોર્ટની સિંગલ બેન્ચના આદેશને યથાવત રાખ્યો હતો અને આ કામદારોને નિવૃત્તિ પછી મળનારા તમામ લાભો માટે હકદાર ગણાવ્યા હતા.કર્મચારીઓની તરફેણમાં સુપ્રીમનો ચુકાદો એક દાખલારુપ બની શકે છે. કોઈ પણ કંપની કે સંસ્થા તેના કર્મચારીને નિવૃતી પછીના લાભોથી વંચિત ન કરી શકે.