કરજણ સેવાસદનમાં એસીબીની તવાઈ, વહીવટી મામલતદાર લાંચ લેતા ઝડપાયો

વડોદરા,વડોદરાના કરજણ સેવાસદનમાં મામલતદાર લાંચ લેતા ઝડપાયો છે. વડોદરા કરજણ સેવાસદનમાં એસીબીએ મામલતદારને રંગે હાથ ઝડપ્યો હતો. વહીવટી મામલતદાર રાજુ પટેલ ૩૦ હજારની લાંચમાં ઝડપાયો હતો. આરોપીએ સુજલામ સુફલામ યોજનામાં માટી પુરાણના કામ માટે લાંચ માગી હતી. મામલાદાર વિરુદ્ધ એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અગાઉ રાજકોટ તાલુકાના કુવાડવા રોડ પર આવેલા ખીજડીયા ગ્રામપંચાયતનો વીસીઇ ( ગુજરાતના ગામડામાં ગ્રામ પંચાયતની અંદર ઈ-ગ્રામ અંતર્ગત કામ કરે છે. ) ૩૨૦ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. રાજકોટ એસીબીને ફરિયાદ મળી હતી કે ખીજડિયા ગ્રામ પંચાયતમાં ખેડૂતોને જરૂરી દસ્તાવેજ કાઢી આપવા માટે જે એક પાનના ૫ રૂપિયા વસુલવાના હોય છે તેના બદલે ૧૦ રૂપિયા વસુલવામાં આવ્યા હતા.