દાહોદ, નહેરૂ યુવા કેન્દ્ર દાહોદ દ્રારા તારીખ 5 /7/ 23 ના બુધવારના રોજ શાળામાં બરછત અનાજ સમાજ ઉપયોગીતા અને નિદર્શનનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુએન દ્વારા વર્ષ 2023 ને ઈન્ટરનેશનલ મિલેટ યર તરીકે જાહેર કર્યું છે. જેમાં બરછટ અનાજ એટ્લે કે જાડાં ધાન્યનો સામાન્ય પરિચય અને ફાયદાની વાત કરી છે. આવા બરછટ અનાજ જેવા કે બાજરી, જુવાર, મકાઇ, નાગલી, સામો, રાજ્યનો, બંટી, કોદરા અને કોદરીનું નિદર્શન તેમજ ઉપયોગિતાની ચર્ચા અને ફાયદાઓની સમજ નહેરૂ યુવા કેન્દ્રના પરેશભાઈએ આપી હતી.
શાળાના આચાર્ય ચૌહાણે જણાવ્યું હતું કે, જીવન ટકાવવા માટે અનાજ જરૂરી છે. આપણે સૌ પ્રથમ બરછત અનાજ તરીકે બાજરીનો ઉપયોગ કરતા હતા. ભારતીય સંસ્કૃતિમાં આદર્શ જીવન માટે ઋષિઓએ જીવન જીવવાની રીતભાત અને સ્વાસ્થ્યપ્રદ ખોરાકનો સમન્વય કરી નિરામય આરોગ્ય અને સુખી જીવન માટે જગતને હમેશાં માર્ગદર્શન આપ્યું છે. વર્ષો પહેલાં આપણે ભોજનમાં અનાજની વૈવિધ્ય સભર વાનગીઓ પીરસાતી, દરેક ઋતુ મુજબ ઉજવાતા તહેવારની એક ચોક્કસ વાનગી સાથે જોડી માનવના સ્વાસ્થ્ય અને આરોગ્યનો ખ્યાલ રાખવામાં આવ્યો. ઉતરાણમાં તલની વાનગી, શીતળા સાતમના તહેવારે દહીં અને બાજરીને ખાંડીને બનાવવામાં આવતો ઠૂંબરો તો શરદ પુર્ણિમાએ દૂધ પૌઆ. તેની પાછળનો હેતુ આરોગ્ય સાથે જોડાયેલો હતો. લોકો સશક્ત અને નીરોગી હતા એનું કારણ સ્વાસ્થ્ય પ્રદ ખોરાક હતું.