કાળીડુંઞરીની શાંતાબેન નટવરલાલ કડકિયા હાઇસ્કુલ માં ટિફિન ડે ઉજવાયો

દે.બારીઆ,

વર્ષ 2023 ના તા.2/1/2023ના સોમવારના દિવસે તેમજ સરકારના આદેશ અનુસાર બરછટ અનાજનો વધુ ઉપયોગ થાય અને બાળકો તંદુરસ્ત બને તે આયોજન હેઠળ અમારી શાળા એસ. કડકીયા સ્કૂલમાં એક પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શાળાના શિક્ષકો શાળાના સમગ્ર સ્ટાફ ઘરે બનાવેલી વિવિધ વાનગીઓ સાથે લઈને આવ્યા હતા.

શાળામાં રીસેસમાં સૌ સાથે બેસીને સમૂહમાં અરસપરસનું ભોજન પીરસીને પ્રીતિ ભોજન કર્યું હતું જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ગણ ભોજનમાં જુદી જુદી વાનગીઓ લાવ્યા હતા જેમકે રોટલી મકાઈના રોટલા બાજરીના રોટલા ભાખરી પૂડા ચોખાના રોટલા ખમણ અડદના ગોટા બટાકાવડા, દેશી સુરણનું શાક, પંજાબી શાક કાઠીયાવાડી છાશ જુવારના રોટલા સેવ ટમાટર, રીંગણ બટાકા, પનીર તેમજ વિવિધ પ્રકારના કાચા સલાડ જેવા કે કાકડી ટમેટા ગાજર કોબીજ લીંબુ વગેરે લઈને પપૈયાનો સંભારો વગેરે વાનગીઓ લઈને આવ્યા હતા અને વિશેષતા એ હતી કોઇપણ વિદ્યાર્થી બજારનું ભોજન લાવ્યો ન હતો ઘરે જે ખાતા હતા તે જ લાવ્યા હતા આ પ્રીતિ ભોજનનો હેતુ કરવાથી વિદ્યાર્થીઓને શિક્ષકોમાં એક જાતનો સ્નેહ લાગણી અને પ્રેમભાવ વધે તેમ જ ભેદભાવની લાગણી દૂર થાય છે વિદ્યાર્થીઓનો શિક્ષકો પ્રત્યેનો ભય સંકોચ શરમ દૂર થાય છે અને વિદ્યાર્થીઓમાં નૈતિકતા તેમજ વહેચીને ખાવાના ગુણોનો વિકાસ થાય છે અને પરસ્પર અને સમર્પણની ભાવના જેવા ગુણો સાથે સહકારની ભાવના અને પરસ્પર આંતર સંબંધો કેળવાય છે.