ગોધરા, વિશ્ર્વ સ્તનપાન સપ્તાહ વિશ્ર્વભરમાં દર વર્ષે ઓગસ્ટના પ્રથમ અઠવાડીયામાં સ્તનપાન સંબંધિત વિષયો પર જાગૃતિ લાવવા અને માતાઓને સ્તનપાન કરાવવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે.નવજાત શિશુને જન્મ પછી છ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ.
ગોધરા તાલુકાના કરસાણા ગામની પ્રાથમિક શાળામાં સ્તનપાનના પ્રચાર-પ્રસાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગોધરા તાલુકા કારોબારી સભ્ય સામતસિંહ સોલંકી, કરસાણા ગ્રામ પંચાયતના સરપંચ, ડે.સરપંચ તથા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આઇ.સી.ડી.એસ. ગોધરા ઘટક-4 કરસાણા સેજાના મુખ્ય સેવિકા મિત્તલબેન દરજી, ગામની સગર્ભા બેનો, ધાત્રી બેનો, કિશોરીઓ, આંગણવાડી કેન્દ્ર કરસાણા-1ના આંગણવાડી કાર્યકર સુમિત્રાબેન પરમાર, કરસાણા-2ના સોનલબેન પરમાર, કરસાણા-3ના સેજલબેન પરમાર, છક્કડીયા કેન્દ્રના મનિષાબેન પરમાર, ધાણીત્રા કેન્દ્રના રંજનબેન સોલંકી વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.