કરાચી શહેરમાં રહસ્ય મોતથી ખળભળાટ, વધુ ૨૨ મૃતદેહો મળતા સ્થિતિ વણસી

પાકિસ્તાનના કરાચી શહેરમાં રહસ્યમય મોતના કારણે ખળભળાટ મચી ગયો છે. અહીં વિવિધ વિસ્તારોમાંથી ૨૨ મૃતદેહો મળી આવ્યા હતા. પાકિસ્તાની એનજીઓના પ્રયાસો છતાં ૨૨ મૃતદેહોમાંથી કોઈની ઓળખ થઈ શકી નથી. જિયો ન્યૂઝે આ જાણકારી આપી.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મંગળવારે ૫ નવા મૃતદેહો મળ્યા બાદ હવે મૃતદેહોની સંખ્યા વધીને ૨૨ થઈ ગઈ છે. આ પછી શહેરમાં સ્થિતિ વણસી હતી.

આ રહસ્યમય મૃત્યુને લઈને ચિંતાઓ પણ ઘણી વધી ગઈ છે. દ્ગર્ય્ં છિપા વેલ્ફેર એસોસિએશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમના કાર્યકરોને કરાચીના વિવિધ વિસ્તારોમાંથી વધુ ૫ મૃતદેહો મળ્યા છે. તેણે કહ્યું કે તેમાંથી ત્રણ ડ્રગ્સના બંધાણી હતા. જો કે હજુ સુધી એક પણ લાશની ઓળખ થઈ નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર, છિપા સંગઠન શહેરમાં એમ્બ્યુલન્સ નેટવર્ક ચલાવે છે અને તેણે પુષ્ટિ કરી છે કે અજાણ્યા મૃતદેહોની સંખ્યા ૨૨ પર પહોંચી ગઈ છે. આ મૃતદેહો દાવા વગરના છે કારણ કે મૃતકોના કોઈ સંબંધી તેમને લેવા આવ્યા ન હતા.

રિપોર્ટ અનુસાર કરાચીમાં આ મોતનું કારણ હીટવેવ માનવામાં આવી રહ્યું છે. બંદર શહેરમાં કાળઝાળ ગરમીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. શહેરના અનેક નાગરિકો આ ગરમીથી પ્રભાવિત થયા છે, જેમાંથી ઘણાને હીટસ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તે જ સમયે, મૃત મળી આવેલા આ લોકોના મૃત્યુનું બીજું કારણ પણ કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સની લતને કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

કરાચીમાં ઈધી ફાઉન્ડેશનના અધિકારી અઝીમ ખાને ધ ન્યૂઝને જણાવ્યું હતું કે મૃત હાલતમાં મળી આવેલા મોટાભાગના લોકો નશાના વ્યસની હતા જેઓ ભારે ગરમીના પ્રભાવ હેઠળ મૃત્યુ પામ્યા હતા.અહેવાલ આપ્યો છે કે જ્યારે એક વરિષ્ઠ નાગરિકે તેના ઘરની બહાર નશાખોરોને રોક્યા ત્યારે તેના પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો. આ ઘટના પાકિસ્તાનમાં ડ્રગ્સના સેવનની વધતી જતી સમસ્યા દર્શાવે છે.