વલસાડ, કપરાડાના બારપુડા ગામમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બારપુડા ગામમાં મૃતદેહને ઘૂંટણસમા પાણીના વહેણ વચ્ચે લઇ જવા ગ્રામજનો મજબૂર બન્યા હતા. રસ્તો કે કોઝવે ન બનતાં લોકો જીવનને જોખમ પસાર થવું પડે છે.
બારપુડા ગામના કોઈલપાડા ફળિયામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જેની સ્મશાન યાત્રા નદીના બીજા છેડે આવેલા સ્મશાનમાં લઇ જવા ગ્રામજનોને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે પસાર થવું પડ્યું હતું. ચોમાસા દરમિયાન કોઈ અશુભ બનાવ બને ત્યારે નદીના સામાં કિનારે જવા માટે રસ્તો કે કોઝવે ન હોવાથી લોકો જીવના જોખમે નદી પાર કરે છે.