કાઠમાંડૂ,નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી પણ ભૂતકાળમાં અયોધ્યાને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં નકલી અયોધ્યા છે. અસલી અયોધ્યા નેપાળમાં છે. આ વખતે તેણે કપિલ મુનિના આશ્રમને લઈને નિવેદન આપ્યું છે.ઓલી તેમની પાર્ટી સીપીએન યુએમએલના ગ્રાઉન્ડ પ્રચાર માટે નેપાળના કપિલવસ્તુ જિલ્લાના બાણગંગા નગરપાલિકાના વોર્ડ નંબર ૯ સ્થિત કપિલધામ આવ્યા હતા. ત્યાં તેણે કહ્યું કે આ કપિલ મુનિનો અસલી આશ્રમ છે. જ્યારે ઓલી કપિલધામ પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર બટુકાઓએ (યુવાન છોકરાઓ) ઓલીનું ફૂલોના હારથી સ્વાગત કર્યું. સ્વાગત બાદ તેમણે આશ્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, મહામંત્ર એટલે કે ગાયત્રી મંત્રના સર્જક મહર્ષિ શિવ અને વિશ્ર્વામિત્ર પછી માનવજાતના ઈતિહાસમાં સૌથી મહાન વિદ્વાન કપિલ ૠષિ હતા. તેઓ ત્રેતાયુગના અંતમાં જન્મેલા, એક અસાધારણ ફિલસૂફ હતા. તેમણે સાંખ્ય તત્વજ્ઞાન અને યોગના ઘણા સિદ્ધાંતો રજૂ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
તેમણે કહ્યું કે કપિલ મુનિનો આશ્રમ તાજેતરમાં ભારતના ગંગાસાગરમાં બનાવવામાં આવ્યો છે. તે નકલી છે. તેમનો અસલી આશ્રમ નેપાળમાં છે. કપિલમુનિનો જન્મ નેપાળના કપિલવસ્તુ જિલ્લામાં થયો હતો. ઓલીએ આશ્રમના સંચાલન માટે અને ગુરુકુળમાં ભણતા બટુકોના વો માટે અક્ષય કોશમાં રૂ. ૫ લાખનું યોગદાન પણ આપ્યું હતું.નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી પણ ભૂતકાળમાં અયોધ્યાને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં નકલી અયોયા છે. અસલી અયોધ્યા નેપાળમાં છે. આ વખતે તેણે કપિલ મુનિના આશ્રમને લઈને નિવેદન આપ્યું છે.