કપાસમાં ચુસિયા જીવાતોના સંકલિત નિયંત્રણ અંગે લેવા માટેના પગલાં

કપાસમાં ચુસિયા જીવાતોના સંકલિત નિયંત્રણ અંગે લેવાના પગલાં માટે મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા)ની 2 થી 3 દિવસની ઇયળો હેકટરે 10,000ની સંખ્યામાં 15 દિવસના ગાળે બે વખત છોડવી, લીમડાનાં મીંજનું પ%નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનાસાયણિક તત્વ ધરાવતી 1500, 3000 કે 10,000 પીપીએમ અનુક્રમે 5 લી, 2.5 લી કે 750 મીલી પ્રતિ હેકટરે ઉપયોગ કરવો.

મોલો મશી, સફેદમાખીની જીવાતના ઉપદ્રવના પૂર્વ અનુમાન માટે હેક્ટરે 5 થી 6 સ્ટીકી ટ્રેપ ગોઠવવી, સફેદમાખીના નિયંત્રણ માટે એઝાડીરેકટીન 1500 પીપીએમ 50 મીલી 10 લીટર પાણીમાં, ફ્લોનીકામીડ 50 ડબલ્યુ,જી. 3 ગ્રામ, એસીફેટ 75 એસ.પી. 15 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા બુપ્રોફેજીન 25 એસ.સી. 20 મીલી,એસીટામીપ્રિડ 20 એસ.પી. 2 ગ્રામ, ડાયફેન્યુરોન 50 ડબલ્યુ.જી. 12 ગ્રામ પૈકી કોઇ પણ એક દવા કપડા ધોવાના સોડા 5 ગ્રામ સાથે 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

આઉપરાંતફૂગજન્ય જૈવિક જંતુનાશક દવા જેવી કે વર્ટીસીલીયમ લેકાની અથવા બુવેરીયા બાસીયાના 40 ગ્રામ 10 લીટર પાણીમાં પાકની શરૂઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરવો, આ જૈવિક દવાઓ રાસાયણિક દવાઓ સાથે પણ વાપરી શકાય, મીલીબગનો વધુ ઉપદ્રવ હોય તો 15 દિવસનાં અંતરે કલોરપાયરીફોસ 20 ઈસી 25 મીલી + કપડા ધોવાના સોડા અથવા પ્રોફેનોફોસ 50 ઈસી 15 મીલી અથવા એસીફેટ 75 એસ.સી. 30 ગ્રામ + કપડા ધોવાના સોડા 10 ગ્રામ 10 લીટર પાણીમાં અથવા એસીટામીપ્રીડ 20 એસપી 2 ગ્રામ અથવા પ્રોફેનોફોસ 50 ઈસી 20 મીલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખુલેલા જીંડવાઓ ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી આ રૂપલાઓને નીચે પાડી નાશ કરી શકાય છે.મોલો મશી, તડતડિયા અને થ્રિપ્સના નિયંત્રણ માટે લીમડાના બનાવટની દવા 1% 25 મીલી, બ્યુવેરિયા બેસિયાના 60 ગ્રામ,, ફૂલોનીકામીડ 50 ડબલ્યુજી 3 ગ્રામ, ડાયમીથોએટ 30 ઇ.સી. 10 મીલી, ઈમીડાકલોપ્રીડ 200 એસ.એલ. 4 મીલી., થાયોમીથોકઝામ 25 ડબલ્યુ જી 2-3 ગ્રામ, એસીટામીપ્રિડ 20 એસ.સી. 2-4 ગ્રામઅથવા ફીપ્રોનીલ 5 એસ.સી. 20 મીલી પૈકી કોઈપણ એક કીટનાશકનો 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જીલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જીલ્લા ખેતીવીડી અધિકારી, જીલ્લા પંચાયત દાહોદ દ્વારાજણાવાયુંછે.