
આજરોજ કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાની બાળાને અલુણા વ્રત નિમિત્તે પાંચ દિવસ મંડળના હોલમાં ગોરમાનો પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે મંડળના મંત્રી દિપ્તીબેન પરીખે ગૌરીવ્રત સમજ અને પૂજન કરાવ્યું. જ્યારે બાળકીઓને ડ્રાયફ્રુટ ચીકી અને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મંડળની બહેનો અસ્મિતાબેન સીમાબેન યોગીનીબેન અને બીજી સભ્ય બહેનો હાજરી આપી હતી અને બાળકોમાં ઉત્સાહ વધાર્યો હતો. આ બાળાઓનો ઉત્સાહ વધારવા માટે દરરોજ જુદી જુદી સ્પર્ધાનું પણ આયોજન કરેલ છે. અને દરરોજ સરપ્રાઈઝ ગીફ્ટ આપવાનું મંડળની બહેનો દ્વારા આયોજન કરવામાં આવેલ છે.