કંઝાવલા હત્યા મામલામાં એસઆરકેના ફાઉન્ડેશને પીડિત પરિવારની આર્થિક મદદ કરી

નવીદિલ્હી,

દિલ્હીના કંઝાવલા વિસ્તારમાં કારથી થયેલી હત્યા મામલામાં હવે પીડિત પરિવારની મદદ માટે લોકો સામે આવવા લાગ્યા છે આ કડીમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના ફાઉડેશને પણ પીડિત પરિવારને આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે.એ યાદ રહે કે એક જાન્યુઆરીએ સવારે કારથી કચડાઇ જવાથી ૨૦ વર્ષીય અંજલીનું મોત થયું હતું આ મામલામાં પોલીસે પાંચ આરોપીઓની પણ ધરપકડ. કરી લીધી છે જયારે મામલાને લઇ હજુ પણ તપાસ ચાલુ છે.

હવે પીડિત પરિવારની મદદ માટે ધ મીર ફાઉડેશન સામે આવ્યું છે.મીર ફાઉડેશન શાહરૂખ ખાનના પિતાના નામ પર ચલનારી સંસ્થા છે ફાઉડેશને પીડિત પરિવારને કેટલાક પૈસાની મદદ કરી તેનો કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી જો કે ફાઉડેશન તરફફથી કહેવામાં આવ્યું છે કે આ મદદ પીડિત પરિવાર માટે છે ખાસ કરીને અંજલીની માતા માટે આ મદદ જમીની સ્તર પર ખુબ મદદગાર સાબિત થશે અને તેનાથી મહિલાઓને સશકત કરવામાં પણ મદદ મળશે.

એસઆરકેના ફાઉડેશન પહેલા દિલ્હી સરકારે પણ પીડિત પરિવારને ૧૦ લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી ખુદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિત પરિવારને ૧૦ લાખ રૂપિયા મદદ તરીકે આપવાની વાત કહી છે.આ ઉપરાંત દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પીડિત પરિવારના કોઇ એક સભ્યને સરકારી નોકરી આપવાનો પણ નિર્ણય કર્યો છે.