કન્યાકુમારીમાં મોદીના ધ્યાન કાર્યક્રમમાં કોંગ્રેસનો અવરોધ, ચૂંટણી પંચ જશે

નવીદિલ્હી,લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના છેલ્લા તબક્કાનું મતદાન ૧ જૂને થશે. આ તબક્કા માટે ચૂંટણી પ્રચાર ૩૦ મેની સાંજે સમાપ્ત થશે. પીએમ મોદી ૩૦ મેના રોજ સાંજે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લેવાના છે જ્યાં તેઓ યાન કરશે. જો કે પીએમ મોદીના આ કાર્યક્રમમાં કોંગ્રેસે હવે અવરોધો ઉભા કર્યા છે. તમિલનાડુ કોંગ્રેસે કહ્યું છે કે પીએમ મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસે પીએમ મોદીના કાર્યક્રમને લઈને ચૂંટણી પંચમાં જવાની પણ વાત કરી છે.

તમિલનાડુ કોંગ્રેસે કન્યાકુમારીના વિવેકાનંદ રોક ખાતે પીએમ મોદીના ધ્યાન  કાર્યક્રમ વિશે કહ્યું છે કે આ ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા યોજાયેલું નાટક છે. કોંગ્રેસે કહ્યું કે તે ચૂંટણી પંચનો સંપર્ક કરશે અને કહેશે કે છેલ્લા તબક્કાના એક દિવસ પહેલા મત માંગવાનું આ બીજું ડ્રામા છે. તમિલનાડુ કોંગ્રેસના વડા સેલવાપેરુન્ધાગાઈએ કહ્યું કે પીએમ મોદી દ્વારા આ કાર્યક્રમનું આયોજન આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે કારણ કે તે સતત મીડિયા કવરેજ દ્વારા મતદારોને પ્રભાવિત કરી શકે છે.

તમિલનાડુ કોંગ્રેસના વડા સેલવાપેરુન્ધાગાઈએ જાહેરાત કરી છે કે તેઓ કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના કાર્યક્રમને રોકવા માટે ચૂંટણી પંચનો સંપર્ક કરશે. આ સાથે, ડીજીપીને આગામી ત્રણ દિવસમાં પ્રવાસીઓ માટે સંભવિત વિક્ષેપને ટાંકીને પીએમ મોદીના કાર્યક્રમની પરવાનગી નકારવા માટે પણ વિનંતી કરવામાં આવશે.

પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ ૩૦ મેથી ૧ જૂન સુધી રહેશે. પીએમ મોદી ૩૦ મેથી ૧ જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં યાન કરશે. તેઓ રોક મેમોરિયલના એ જ પથ્થર પર યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે યાન કર્યું હતું. સત્તાવાર કાર્યક્રમ અનુસાર, આ પહેલા ૩૦ મેના રોજ સવારે ૧૧ વાગ્યે પીએમ મોદી હોશિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તે તમિલનાડુ જશે અને ત્યાં રાત આરામ કરશે.