કન્યા શાળા ગરબાડામાં માતૃ વંદના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

ગરબાડા,

કન્યા શાળા ગરબાડામાં અવારનવાર સહઅભ્યાસિક પ્રવૃતિના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આજ રોજ તારીખ14 ના શાળામાં વિદ્યાર્થીનીઓના ચારિત્ર્ય ઘડતરના ભાગરૂપે, જરૂરી સંસ્કાર સિંચન થાય તેવા પવિત્ર હેતુસર માતૃ વંદના દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં આ શાળામાં ભણતી બાલિકાઓ દ્વારા કુમકુમ-તિલક અને આરતી વંદના કરી માતાનો મહિમા પ્રકટ કર્યો. આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યા શૈલાદેવી ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય શૈલાબેન ગોહિલના માતૃ મકનબેન ગોહિલ તથા એસએમસી અધ્યક્ષ હર્ષદભાઈ, એસએમસી સભ્યો, શાળાના શિક્ષકગણ, વિધાર્થીનીઓ, શાળામાં અભ્યાસ કરતી બાલિકાઓના માતૃઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.