કન્યા કેળવણી અને શાળામાં પ્રવેશોત્સવ 2024નો કાર્યક્રમ પરમારના ખાખરીયા પ્રાથમિક શાળામાં યોજાયો

લીમખેડામાં આવેલી પરમારના ખાખરીયા પ્રાથમિક શાળામાં તા 27/06/2024 ના રોજ ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજયો. જેમાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરતનભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા. જેઓની સાથે લાયઝન અધિકારી તરીકે કુંડલી અને જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘ દાહોદના અધ્યક્ષ દેશીંગભાઇ તડવી, મુકેશભાઈ ભાભોર, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચની ઉપસ્થિતિમાં આંગણવાડીના બાળકો, બાલવાટિકાના બાળકો અને ધોરણ-1ના પ્રવેશપાત્ર બાળકોના પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ ત્રણ થી આઠમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું.

શાળા માંથી ખેલ મહાકુંભમાં ચક્રફેકમાં રાજ્યકક્ષા સુધી પહોંચનાર ભુરીયા વિશાલ, કલા મહાકુંભ જિલ્લાકક્ષાએ એકપાત્ર અભિનયમાં પ્રથમ નંબર મેળવનાર નીનામા હંસાબેન, વાર્તા સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર નીનામા અસ્મિતા, લગ્ન ગીત સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવનાર પરમાર રેણુકાને સ્કુલ બેગ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળા માંથી ખેલ મહાકુંભમાં ઓપન ગ્રુપમાં બરછી ફેકમાં રાજ્યકક્ષા સુધી પહોંચનાર કંપાબેન પટેલનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં બાળકોને સ્કૂલબેગ આપનાર ગામના દાતા ગલુભાઇ સંગાડાનું પણ સાલ ઉડાડી સન્માન કરવામાં આવી હતી. સન્માન કરવામાં આવ્યું હતું. ગામના વૃદ્ધ વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ શાળાના બાળકો દ્વારા વૃક્ષ વાવો અને સ્ત્રી સશક્તિકરણ પર સ્પીચ રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રીમતી કામિનાબેન પટેલે મહેમાન ઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સિનિયર શિક્ષક હિંમતભાઈ પરમાર દ્વારા શાળાની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓથી મહેમાનો અને ગ્રામજનોને અવગત કર્યા હતા. મહેમાનઓના પ્રાસંગિક ઉદબોધન બાદ શાળાના સિનિયર શિક્ષક ચીમનભાઈ માવી દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી હતી. મહેમાનોના હસ્તે શાળાના પ્રકારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકોને તિથિ ભોજન પણ આપવામાં આવ્યું છે.