
ઘોઘંબા,ઘોઘંબા તાલુકાના કાંટુ ચોકડી ઉપર એક બોલેરો કાર તથા પલ્સર બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક લવારીયા ગામનો યુવાન રાજેશભાઈ નવલસિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
યુવાન પોતાના કામ અર્થે બહાર ગયો હતો. ત્યારે પરત ફરતા કાંટુ ચોકડી ઉપર એક પૂર ઝડપે આવી રહેલી બોલેરો કારે બાઈક ને ટક્કર મારતા બાઈક ઉપરથી ઉછડીને નીચે પડેલો બાઈક ચાલક રાજેશભાઈ નું ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
ઘોઘંબા તાલુકામાં છેલ્લા બે માસમાં અસંખ્ય અકસ્માતના બનાવવામાં અંદાજે પાંચ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે.