કાનપુર દેહાંત પોલીસ ફોર્સ અને અધિકારીઓની સામે બંને જીવતા બળીને મૃત્યુ પામ્યાં

કાનપુર,

કાનપુર દેહાંત માં અતિક્રમણ હટાવવા દરમિયાન માતા-પુત્રીને જીવતી સળગાવી દેવામાં આવી. પોલીસ-વહીવટી કર્મચારીઓ સરકારી જમીન પરથી ગેરકાયદેસર કબ્જો હટાવવા ગયા હતા. આ દરમિયાન એક મહિલા બૂમો પાડતી ઝૂંપડીમાં દોડી ગઈ. તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો. પોલીસ પણ દોડતી ત્યાં પહોંચી ગઈ અને દરવાજો તોડી નાખ્યો. આ દરમિયાન ઝૂંપડામાં આગ લાગી જાય છે. મહિલા અને તેની દીકરી અંદર હતા. પોલીસ ફોર્સ અને અધિકારીઓની સામે બંને જીવતા બળીને મૃત્યુ પામ્યાં. તે જ સમયે બંનેને બચાવવામાં પતિ કૃષ્ણ ગોપાલ ખરાબ રીતે દાઝી ગયાં હતાં.

સોમવારે સાંજે બનેલી આ દુર્ઘટનાના અનેક વીડિયો સામે આવ્યાં છે. પોલીસ આગ ઓલવવા માટે બુલ્ડોઝર મંગાવા છે અને બળતા ઝૂંપડાને તોડી પાડે છે. પછી વીડિયોમાં મહિલાના દીકરાનો અવાજ આવે છે…તે આગને જોઈને કહે રહીને બોલી રહ્યો છે કે હાય દૈયા…દેખો મેરી મમ્મી જલ રહી હૈ…! વે સબ ગાડી છોડકર ચલે ગએ હૈ….!મૈથા તહસીલના મડૌલી ગામમાં પ્રમિલા દીક્ષિત(૪૧) અને દીકરી નેહા (૨૧)નું મૃત્યુ પછી ગ્રામના લોકો ગુસ્સે થઈ ગયાં. ગામના લોકોએ પોલીસ-વહીવટી ઓફિસરોને દોડાવ્યા. ઓફિસરોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો. મોડીરાત સુધી વિવાદ ચાલતો રહ્યો. પરિજનની ફરિયાદ અંગે એસડીએમ મૈથા જ્ઞાનેશ્ર્વર પ્રસાદ, રૂરા એસએચઓ દિનેશ ગૌતમ, લેખપાલ અશોક સિંહ સહિત ૪૦ લોકો વિરૂદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. કાનપુર કમિશ્ર્નર રાજ શેખર, ડીએમ નેહા જૈન, છડ્ઢય્ આલોક કુમાર સહિત અન્ય ઓફિસરો ઘટના સ્થળે મોડી રાત સુધી રહ્યાં. રાજ્યમંત્રી પ્રતિભા શુક્લા પણ પહોંચ્યાં. પરિજનો સાથે વાત કરી. પછી રાતે ૧ વાગે મા-દીકરીના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું.

મૃતક પ્રમિલાના પતિ કૃષ્ણ ગોપાલ દીક્ષિતે કહ્યું, ‘બુલ્ડોઝર લઇને એસડીએમ અને મામલતદાર આવ્યા હતાં. તેમની સાથે અશોક દીક્ષિત, અનિલ દીક્ષિત, પુતનિયા અને ગામના અન્ય લોકો પણ આવ્યાં હતાં. આ લોકોએ અધિકારીઓને કહ્યું કે આગ લગાવી દો….તો ઓફિસરોએ આગ લગાવી દીધી. અમે લોકો (દીકરો અને હું) તો કોઈ રીતે ઝૂંપડીમાંથી બહાર આવી ગયાં, પરંતુ મા-દીકરી અંદર જ રહી ગયા અને બળીને તેમનું મૃત્યુ થઈ ગયું. અમને લોકોને બળતા મુકીને જ ઓફિસરો ત્યાંથી ભાગી ગયાં. કોઈએ કોઈ પ્રકારની મદદ કરી નહીં.’ ત્યાં જ, દીકરા શિવમે રડીને કહ્યું, ‘એસડીએમ, એસઓ, લેખપાલ બધાએ મળીને મારા ઘરમાં આગ લગાવી દીધી. હું અને મારા પિતા બહાર આવ્યા ન હોત તો અમે પણ બળી ગયા હોત. ઝૂંપડીની બહાર મંદિર અને નળને પણ તોડી દીધા. આ પહેલાં પણ ડીએમને ત્યાં ગયા હતાં, પરંતુ કોઈ સુનવણી થઈ નહીં. એસડીએમ, લેખપાલ, જિલ્લાધિકારીના ષડયંત્રના કારણે ઘરમાં આગ લગાડીને બધું જ રાખ કરી દીધું. મમ્મી અને બિટ્ટી (બહેન) અંદર જ રહી ગયાં, પરંતુ તેમને બચાવી શક્યા નહીં. આગ લગાવ્યા પછી આ બધા જ લોકો ભાગી ગયાં.’આજે બપોરે ૩ વાગ્યાની વચ્ચે જીડ્ઢસ્ મૈથા જાનેશ્ર્વર પ્રસાદ, કાનૂનગો, લેખપાલ અશોક સિંહ, રૂરા ર્જીૐં દિનેશ કુમાર ગૌતમ પોતાના ૧૨ થી ૧૫ પુરૂષ મહિલા ઓફિસરો સાથે ઘરે આવ્યાં. હું, મારા માતા-પિતા અને બહેન ઝૂંપડીમાં આરામ કરી રહ્યા હતાં. ઝૂંપડીની અંદર ૨૨ બકરીઓ પણ હતી. દીપક જેસીબી ડ્રાઇવરએ ઝૂંપડી પાડી દીધી. અશોક સિંહ લેખપાલ દ્વારા આગ લગાવવામાં આવી. એસડીએમ મૈથા દ્વારા કહેવામાં આવ્યું કે આગ લગાવી દો ઝૂંપડીમાં કોઈ બચવું જોઈએ નહીં અને ઝૂંપડીને આગ લગાવી દીધી. કોઈ પ્રકારે હું ઝૂંપડીમાંથી બહાર અને અંદર લાગેલી આગથી પોતાને બચાવીને બહાર આવી ગયો ત્યારે એસએચઓ દિનેશ ગૌતમ અને અન્ય ૧૨ થી ૧૫ પોલીસ કર્મચારીઓએ મને માર્યો. મને આગમાં ફેંકવાની કોશિશ કરવામાં આવી. મારા પિતા પણ અડધા બળી ગયાં. માતા પ્રેમિલા દીક્ષિત અને બહેન નેહા દીક્ષિત આગમાં બળીને રાખ થઈ ગયાં.

ડીએમ નેહા જૈને આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે પોલીસ સહિતની ટીમ અતિક્રમણ હટાવવા સ્થળ પર પહોંચી હતી. મહિલાઓએ આવીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે લેખપાલ ઉપર છરી વડે જીવલેણ હુમલો પણ કર્યો હતો. આ પછી ઘરની અંદર જઈને મા-દીકરીએ આગ લગાવી દીધી. માતા-પુત્રીને બચાવતી વખતે એસઓ રૂરાનો હાથ પણ બળી ગયો હતો. આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. જો કોઈ અધિકારીની બેદરકારી સામે આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

કાનપુર દેહાતના એસપી બીબીજીટીએસ મુફ્તીએ કહ્યું, એસડીએમ અને અન્ય કર્મચારીઓ ગેરકાયદેસર કબ્જો હટાવવા ગયાં હતાં. આ દરમિયાન થોડાં લોકો વિરોધ કરી રહ્યા હતાં. મહિલા અને તેની દીકરી પણ પ્રદર્શનમાં સામેલ હતાં. વિરોધ કરતા-કરતાં તે બંનેએ પોતાને ઝૂંપડીની અંદર બંધ કરી લીધાં. થોડીવાર પછી ઝૂંપડીની અંદર આગ લાગી ગઈ. જેમાં મહિલા અને તેની દીકરીનું મૃત્યુ થઈ ગયું. આગ લાગવાનું કારણ આ જણાવવામાં આવી રહ્યું છે.