જૂનાગઢ,
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર પણ ચૂંટણીમાં કામે લાગ્યું છે લોકો પોતાનો મતાધિકાર ઉપયોગ કરવાનું ચૂકે નહીં તે માટે સતત પ્રયત્ન જિલ્લાનું ચૂંટણી વિભાગ કરી રહ્યું છે ત્યારે એક અનોખી કંકોત્રી સામે આવી છે જેમાં દરેક મતદારોને પોતાના મત અધિકારનું યોગ્ય પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. તેવા સમયે જૂનાગઢમાં એક પરિવાર દ્વારા પોતાની દીકરીના લગ્ન કંકોત્રીમાં મતદાન કરીને લગ્નમાં આવવું તેવું એક સૂચન કરતી કંકોત્રી બનાવવામાં આવી છે કંકોત્રીમાં સ્પષ્ટપણે લખ્યું છે કે મતાધિકારનો ઉપયોગ કરી અને લગ્નમાં આવવું આ કંકોત્રીના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહયા છે.
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર પણ ચૂંટણીમાં કામે લાગ્યું છે લોકો પોતાનો મતાધિકાર ઉપયોગ કરવાનું ચૂકે નહીં તે માટે સતત પ્રયત્ન જિલ્લાનું ચૂંટણી વિભાગ કરી રહ્યું છે ત્યારે એક અનોખી કંકોત્રી સામે આવી છે જેમાં દરેક મતદારોને પોતાના મત અધિકારનું યોગ્ય પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. જૂનાગઢના રહેવાસી જયંતીભાઈ કાચાની પુત્રી રિયાના લગ્ન બે ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યા છે અને ત્યારે જ ચૂંટણીનો માહોલ પણ હોય જુનાગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન પણ છે જેથી આમંત્રણ પત્રિકામાં સ્પષ્ટપણે પહેલા મતદાન કરો પછી જ લગ્નમાં પધારશો તેવી વિનંતી કરવામાં આવી છે.
મતદાન માટે મતદારોને જાગૃત કરતી આ આમંત્રણ પત્રિકા જિલ્લા કલેકટરને પણ આપવામાં આવી છે જુનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ને સંબોધીને આ આમંત્રણ પત્રિકા લખવામાં આવી છે જેમાં સિંહના મેસકોટનો જે રીતે મતદાર એક સિંહ છે જેનું સંદેશ આપવામાં આવે છે તેનો પણ આ આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સામાન્ય પણ એ લગ્ન કંકોત્રી અવનવી રીતે અને સારી ઢબે બનાવવા માટે લોકો અવનવા કીમિયા શોધતા હોય છે ત્યારે લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી. તેથી આ માહોલમાં આ લગ્ન યોજવાના હોય અનોખી રીતે આ આમંત્રણ પત્રિકા છાપવામાં આવતા હાલમાં તો આ આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહી છે.
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઈ રહી છે જેમાં પ્રથમ તબક્કામાં જુનાગઢ જિલ્લાનો સમાવેશ થયો છે જેથી મતદાનના દિવસે જ લગ્ન હોય કંકોત્રી અલગ રીતે છાપવાનું આ પરિવારે નક્કી કર્યું હતું અને તેમના આ મતદારોને જાગૃત કરવા માટેના વિચારને જોઈને સૌ કોઈએ આ વિચાર ને વધાવી લીધો હતો.