મંડી, હિમાચલ પ્રદેશના બીજેપી સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને ’ઇમરજન્સી’દરમિયાન સંત જરનૈલ સિંહ ભિંડારાવાલે બતાવવા બદલ સર કલમ કરવાની ધમકી આપવામાં આવી છે. આ સંદર્ભે કંગનાના એક ચાહકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.વિકી થોમસ સિંહ કંગના રનૌતને ધમકી આપી રહ્યો છે. કંગના રનૌતે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્ર, હિમાચલ અને પંજાબ પોલીસના ડીજીપીને ટેગ કરીને તેમણે કાર્યવાહીની માંગ કરી હતી.વિકી થોમસ વીડિયોમાં ધમકી આપી રહ્યો છે અને કહી રહ્યો છે કે જો કંગના રનૌત સંતજી વિશે કંઈ ખોટું બતાવશે તો અમે તેનું માથું પણ કાપી નાખીશું. જેઓ માથું કપાવી શકે છે તેઓ પણ માથું કાપી શકે છે.
વાઇરલ વીડિયોમાં વિકી થોમસ ધમકીભર્યા શબ્દોમાં કહી રહ્યો છે – ઈતિહાસ બદલી શકાતો નથી. જો આતંકવાદી બતાવવામાં આવે છે તો પરિણામ માટે તૈયાર રહો. જેની ફિલ્મ બની રહી છે તેની શું સેવા થશે? સતવંત સિંહ અને બિઅંત સિંહ (જેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી પર ગોળીબાર કર્યો હતો)ની ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ જાઓ. હું આ મારા હૃદયથી કહી રહ્યો છું, કારણ કે જે કોઈ અમારી તરફ આંગળી ચીંધે છે, અમે તેની આંગળી જ કાપી નાખીએ છીએ. અમે તે સંત (જરનૈલ સિંહ ભિંડરાવાલા) માટે અમારા માથા પણ કાપી નાખીશું. જો અમે માથું કપાવી શકીએ છીએ તો કોઈનું માથું કાપી પણ શકીએ છીએ.
વિકી થોમસ સાથે બેઠેલા મહારાષ્ટ્રના એક શીખ યુવકે કહ્યું, જો તમે આ ફિલ્મ રિલીઝ કરશો તો શીખો તમને ચપ્પલોથી મારશે ’થપ્પડ’તો તમે ખાઈ જ ચુક્યા છો મને ભારતીય હોવાનો ગર્વ છે. હું પણ મહારાષ્ટ્રીયન છું. હિંદુઓ, શીખો, મુસ્લિમો પણપ જો ફિલ્મ રિલીઝ થશે તો ચપ્પલથી સ્વાગત કરવામાં આવશે.
વિકી થોમસ માર્ચ ૨૦૨૦ પછી સોશિયલ મીડિયા પર લોકપ્રિય બન્યો હતો. તે સતત પોતાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. મોટાભાગના વીડિયો ગુરુઘરમાં અને મોટા શીખ ચહેરાઓ સાથે બનાવવામાં આવ્યા છે. આટલું જ નહીં ગત વર્ષે ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લામાં થયેલી હિંસામાં પણ વિકી જોવા મળ્યો હતો.
ખ્રિસ્તી હોવા છતાં શીખ ધર્મનો પ્રચાર કરનાર વિકી થોમસ વિરુદ્ધ અમૃતસરના અજનલામાં એફઆઇઆર નોંધવામાં આવી છે. તેની સામે ધામક લાગણી ભડકાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અજનાલાના ઉમપુરના રહેવાસી રાજુ સિંહે એફઆઈઆરમાં કહ્યું હતું કે ૨૬ માર્ચ ૨૦૨૨ના રોજ યુટ્યુબ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. તેમાં વિકી થોમસ ખ્રિસ્તી નેતા અને ખ્રિસ્તી ધર્મના પ્રચારક પ્રોફેટ બરજિંદર સિંહને મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. એક વર્ષ પહેલા, ઓગસ્ટ ૨૦૨૩ માં, વિકી થોમસનો માછલી ખાતો વીડિયો વાઇરલ થયો હતો. આ પછી થોમસને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે થોમસે કહ્યું કે તે હવેથી પંજાબ નહીં આવે.
હિમાચલની મંડી સીટથી બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત આગામી ફિલ્મ ’ઇમરજન્સી’ને લઈને વિવાદમાં છે. કંગનાની આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલી ’ઈમરજન્સી’ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થશે.આના પર પંજાબના સ્વતંત્ર સાંસદ સરબજીત સિંહ ખાલસાએ સૌથી પહેલા ટ્રેલરમાં દેખાડવામાં આવેલા દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, શીખોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખીને ફિલ્મની રિલીઝ રોકવાની માંગ કરી છે.
સરબજીત સિંહ ખાલસાએ કહ્યું, ’નવી ફિલ્મ ’ઇમરજન્સી’માં શીખોને ખોટી રીતે રજૂ કરવાના અહેવાલો છે, જેના કારણે સમાજમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા છે. જો આ ફિલ્મમાં શીખોને અલગતાવાદી કે આતંકવાદી તરીકે દર્શાવવામાં આવ્યા છે તો તે એક ઊંડું કાવતરું છે. આ ફિલ્મ એક મનોવૈજ્ઞાનિક હુમલો છે, જેના પર સરકારે અગાઉથી યાન આપવું જોઈએ અને અન્ય દેશોમાં શીખો પ્રત્યે નફરત ફેલાવવાનું બંધ કરવું જોઈએ.
તાજેતરમાં દિવ્ય ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું કે, પંજાબમાં ખેડૂતોના આંદોલનના નામે બદમાશો હિંસા ફેલાવી રહ્યા છે. ત્યાં બળાત્કાર અને હત્યાઓ થતી હતી. જો આપણું ટોચનું નેતૃત્વ મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબ પણ બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત. ક્સિાન બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું અન્યથા આ લોકોની યોજના ઘણી લાંબી હતી. તેઓ દેશમાં કંઈપણ કરી શકે છે.
આ ઈન્ટરવ્યુ પછી પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા રાજકુમાર વેર્કાએ કહ્યું હતું કે, કંગના સતત ખેડૂતો પર આવા નિવેદનો આપી રહી છે. તેની સામે એફઆઈઆર નોંધવી જોઈએ અને તેના પર એનએસએ લાદવો જોઈએ. વેરકા બે વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી અને બે વાર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.