નવીદિલ્હી, કંગના રનૌતની ફિલ્મ ’ઈમરજન્સી’ની ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં કંગના રનૌત ભારતના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનો રેલ પ્લે કરી રહી છે. ફિલ્મનું એક ટીઝર અગાઉ રિલીઝ થઈ ચૂક્યુ છે જેના દ્વારા એક્ટ્રેસના લુકને રિવીલ કરવામાં આવ્યો હતો. હવે નવા ટીઝરમાં કંગના રનૌત પોતાના દેશની રક્ષા કરવાનો પ્રણ લેતી નજર આવી રહી છે. ટ્રેલરમાં તેનો ડાયલોગ છે. ’ઈન્દિરા જ ઈન્ડિયા’ છે. ટીઝરમાં કંગનાનું કમાલનું ટ્રાન્ફર્મેશન નજર આવી રહ્યુ છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, સતીશ કૌશિક સહિત અન્ય કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. કંગનાએ એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, ફિલ્મ ’ઈમરજન્સી’ ૨૪ નવેમ્બર ૨૦૨૩ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
વીડિયો શેર કરતા કંગનાએ લખ્યું, ’એક રક્ષક કે એક તાનાશાહ? આપણા ઈતિહાસના સૌથી અંધકારમય સમયગાળાના સાક્ષી બન્યા જ્યારે આપણા રાષ્ટ્રના નેતાએ પોતાના લોકો સામે યુદ્ધની ઘોષણા કરી. ૨૪ નવેમ્બરે વિશ્ર્વભરમાં ઈમરજન્સી રિલીઝ થશે.
વિડિયોમાં સૌથી પહેલા લખ્યું છે કે, ૨૫ જૂન ૧૯૭૫ જ્યારે દેશમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. અનુપમ ખેર જેલના સળિયા પાછળ છે. બેકગ્રાઉન્ડમાં તેમનો અવાજ સંભળાય છે કે, ભારતના ઈતિહાસનો સૌથી અંધકારમય સમય આવી ગયો છે. આ સરકાર રાજ નથી અહંકાર રાજ છે. આ આપણું મૃત્યુ નથી દેશનું મૃત્યુ છે. આ તાનાશાહી રોકવી પડશે. અંતમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં કંગનાનો વોઈસ ઓવર સંભળાય છે કે, મને આ દેશની રક્ષા કરતા કોઈ રોકી નહીં શકે કારણ કે, ઈન્ડિયા ઈઝ ઈન્દિરા એન્ડ ઈન્દિરા ઈઝ ઈન્ડિયા.
ફિલ્મ વિશે વાત કરતાં કંગનાએ જણાવ્યું કે, ઈમરજન્સી એ આપણા ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ અને કાળા અયાયમાંથી એક છે જેને યુવાનોએ જાણવાની જરૂર છે. આ એક મહત્વપૂર્ણ સ્ટોરી છે. હું સ્વર્ગસ્થ સતીશ જી, અનુપમ જી, શ્રેયસ, મહિમા અને મિલિંદ સહિત તમામ કલાકારોનો આભાર માનું છું. ભારતના ઈતિહાસની આ અસાધારણ ઘટનાને મોટા પડદા પર લાવવા માટે હું ઉત્સાહિત છું.