કંગના એક શ્રેષ્ઠ અભિનેત્રી છે અને તેણે પોતાની કાબેલિયત અનેક વખત પૂરવાર કરી છે,પ્રિયંકા

મુંબઇ, કંગના રનૌત અને પ્રિયંકા ચોપરાની ગણના બોલીવુડની સફળ હિરોઈનમાં થાય છે. કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ને લઈને પ્રિયંકાએ નિવેદન આપ્યું છે. હાલમાં અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. આ ફિલ્મ મહિલા કેન્દ્રીત છે. પ્રિયંકા ચોપરાએ ‘તેજસ’ ફિલ્મ લઈને નિવેદન આપતા અભિનેત્રી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

દેશી ગર્લ તરીકે લોકપ્રિય બનેલ અભિનેત્રી પ્રિયંકા ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. હાલમાં પ્રિયંકા જીયો માર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ભારત આવી છે. પ્રિયંકા અગાઉ પણ નીતા અંબાણીના કલ્ચરલ ફેસ્ટીવલમાં હાજર રહી હતી. દરમ્યાન પ્રિયંકાએ બોલીવુડમાંથી તેને બહાર કરવામાં આવી હોવાનું નિવેદન આપતા સમાચારોની હેડલાઈન બની હતી. ત્યારે હવે હાલ ભારતની મુલાકાતે આવેલ પ્રિયંકા ચોપરા કંગના રનૌતની મહિલા કેન્દ્રીત ફિલ્મ ‘તેજસ’ને લઈને કહ્યું કે ‘અમે મહિલા કેન્દ્રિત ફિલ્મ કરીએ છીએ, ત્યારે અમારા પર દબાણ ખૂબ વધારે હોય છે.અને જ્યારે ફિલ્મ નિષ્ફળ જાય છે ત્યારે એવું લાગે છે તમામ મહિલાઓને નિરાશ કરી દીધા. અમને એવું લાગે છે કે તમામ દરવાજા બંધ થઈ ગયા છે. પ્રિયંકા ચોપરા હાલ ભારતની મુલાકાતે છે. ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરા દરેક મુદ્દા પર ખુલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. હાલમાં જ અભિનેત્રીએ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘તેજસ’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહેતા કંગના રનૌતના કામની પ્રશંસા કરી. કંગના રનૌતની ઘણી ફિલ્મો બેક ટુ બેક લોપ થતાં બોલિવૂડમાં મહિલા કેન્દ્રિત ફિલ્મો પર સવાલો ઉઠવા લાગ્યા છે. તેવા સમયે પ્રિયંકાએ કંગનાના વખાણ કરતા કહ્યું કે મહિલા કેન્દ્રીત ફિલ્મો જ્યારે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરતી નથી ત્યારે બહુ દુ:ખ થાય છે. હું દરેકની નિરાશા અનુભવુ છું. કારણ કે હું જ્યાં છું ત્યાં બહુ ઓછા લોકોને તક મળે છે. જો કે કંગના એક શ્રેષ્ઠ અભિનેત્રી છે અને તેણે પોતાની કાબેલિયત અનેક વખત પૂરવાર કરી છે. તાજેતરમાં રિલીઝ થયેલ કંગના રનૌતની મહિલા કેન્દ્રીત ફિલ્મ ‘તેજસ’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. આ ફિલ્મની સામે બોલીવુડની અન્ય બે ફિલ્મો રિલીઝ થઈ હતી. ટાઈગર શ્રોફની ફિલ્મ ‘ગણપત’ અને વિક્રાંત મેસ્સીની ‘૧૨મી ફેલ’. કંગના અને ટાઈગર શ્રોફે પોતાની ફિલ્મો માટે જોરદાર પ્રચાર કર્યો હતો. તેની સામે વિધુ વિનોદ ચોપરાના નિર્દેશનમાં બનેલ વિક્રાંત મેસ્સીની ‘૧૨મી ફેલ’ ફિલ્મને લઈને પ્રચાર ના કરાયો હોવા છતાં બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી રહી છે. ઓછા બજેટની આ ફિલ્મ કન્ટેન્ટની દૃષ્ટિએ શ્રેષ્ઠતા સાબિત કરતા અપેક્ષા કરતા વધુ સારી સફળતા મેળવી રહી છે. એક તરફ કંગના રનૌતની તેજસ અત્યાર સુધી ૪ કરોડ રૂપિયા પણ કલેક્ટ કરી શકી નથી તો બીજી તરફ વિક્રાંત મેસીની ૧૨મી ફેલ ફિલ્મે માત્ર ૩ દિવસમાં ૬.૭ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

કંગના અને પ્રિયંકા ચોપરાએ ફેશન ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તે સમયે બંને વચ્ચે કોઈ મામલે દુશ્મની થઈ હોવાના સમાચારો પ્રકાશિત થયા હતા. જો કે અનેક વખત સમારંભમાં બંને અભિનેત્રીઓએ બંને વચ્ચે દોસ્તી હોવાનું બતાવ્યું છે. મહિલા કેન્દ્રીત ફિલ્મ તેજસ નિષ્ફળ જવા છતાં પ્રિયંકાએ કંગનાની પ્રશંસા કરી.