કંગનાએ તેની ફિલ્મ ’તેજસ’ની ટીકા કરનારાઓને બદદુઆ આપી

મુંબઇ, કંગના રણૌતની ફિલ્મ તેજસને ક્રિટિક્સ દ્વારા સારા રિવ્યૂ મળ્યા નથી અને બોક્સ ઓફિસ પર પણ કલેક્શન ઘણું ઓછું રહ્યું છે. હવે કંગનાએ એ લોકોને ઓપન ઈન્વિટેશન મોકલ્યું છે જેમને તેની આ ફિલ્મ પસંદ આવી નથી. તેણે કહ્યું કે, આવા લોકો તેનું ફેન ક્લબ જોઇન કરી શકે છે. કંગનાની આ પોસ્ટ ટ્વીટર પર તેજસ રીલિઝ થયાના બે દિવસ પછી આવી છે.કહેવામાં આવી રહ્યું છે કે, ૬૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બે દિવસમાં માત્ર ૨.૫૦ કરોડ રૂપિયાની જ કમાણી કરી છે.

કંગનાએ કહ્યું કે, તેને નિયતિએ આ જીવનમાં અમુક ખાસ બાબતો કરવા માટે મોકલી છે. તેણે પોતાનું સપનુ સાચું કરવા ૧૫ વર્ષની ઉંમરમાં હિમાચલ પ્રદેશ છોડી દીધું હતું.કંગનાએ કહ્યું, એ બધા લોકો જે મારું ખરાબ ઈચ્છી રહ્યા છે, તેમનું જીવન હંમેશા દુ:ખોથી ભરેલું રહેશે. કારણ કે તેમણે જીવનભર રોજ મારું ગૌરવ જ જોવાનું રહેશે. ૧૫ વર્ષની ઉંમરે મેં કશું પણ લીધા વિના ઘર છોડી દીધું હતું. ત્યારથી હું સતત પોતાનું ભાગ્ય નીખારી રહી છું. એ વાતના પાક્કા પુરાવા છે કે હું મહિલા સશક્તિકરણ અને પોતાના દેશ ભારત માટે અગત્યનું કામ કરવા આ દુનિયામાં આવી છું. હવે એવા લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે હું તેમને મારા ફેન ક્લબમાં સામેલ થવાની વિનંતી કરું છું. આ રીતે તેઓ મોટી યોજના સાથે જોડાઈ જશે. મારા શુભેચ્છો તેમના પ્રત્યે દયાળુ રહે અને તેમને યોગ્ય માર્ગ દેખાડે.

કંગના રણૌતે તેની કોઇ ફેનની એક પોસ્ટ પર જવાબ આપતા આ ટ્વીટ કરી છે. જેમાં લખવામાં આવ્યું હતું કે, એ લોકોને શરમ આવવી જોઇએ જેઓ જશ્ર્ન મનાવી રહ્યા છે અને એક એવી મહિલાનું ખરાબ ઈચ્છી રહ્યા છે જેણે પોતાના દમે નામ બનાવ્યું છે. જે એક આઉટસાઇડર છે અને તેણે બોલિવુડની રૂઢિવાદતા તોડી છે. મૂર્ખોનું આ ઝુંડ કેટલા પાગલ છે. તમને વધારે પ્રેમ અને શક્તિ મળે.