કંદહારની બેંકમાં આઈએસ દ્વારા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ: ૨૧ના મોત ૫૦ ઘાયલ

કંદહાર, અફઘાનિસ્તાનના પાટનગર કંદહારમાં તાલિબાનોને નિશાન બનાવવા બેંકમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)એ લીધી છે.

આ ભયાનક હુમલામાં ૨૧ના મોત થયા છે અને ૫૦ ઘાયલ કયા છે. બેંકની શાખામાં વિસ્ફોટ કરવામાં આવ્યો ત્યારે સરકારી કર્મચારીઓ પોતાનો પગાર લેવા માટે ક્તારમાં ઉભા હતા.

સુત્રોનું કહેવું છે કે આત્મઘાતી હુમલાખોરે ૧૫૦ તાલિબાન સભ્યો વચ્ચે પોતાની જાતને ફૂંકી મારી વિસ્ફોટ કર્યા હતા. અફઘાનિસ્તાનમાં આ વર્ષનો આ કદાચ સૌથી મોટો વિસ્ફોટ છે. જો કે તાલિબાન સરકારે મૃતકોની સંખ્યા માત્ર ત્રણ જ ગણાવી છે, પરંતુ કંદહારની સૌથી મોટી હોસ્પિટલ મીરવાઈસમના એક ડોક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે વિસ્ફોટમાં ૨૧ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા ૫૦ લોકો ઘાયલ થયા છે.